બામણબોરમાં માલઢોર માટે છાંયડો કરેલ તે ઝાડ કાપી નાખતા ડખ્ખો, પરિણીતા પર હુમલો

  બામણબોર ખાતે નવા ગામમાં રહેતા મહિલાને પાડોશી પિતા પુત્રને ઢોરના છાયડા માટેનું ઝાડ કાપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને મહિલાને મારમારતા તેઓ સારવાર…

 

બામણબોર ખાતે નવા ગામમાં રહેતા મહિલાને પાડોશી પિતા પુત્રને ઢોરના છાયડા માટેનું ઝાડ કાપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને મહિલાને મારમારતા તેઓ સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.આ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂૂ કરી હતી. વધુ વિગતો મુજબ,બામણબોરમાં નવાગામ ખાતે રહેતાં રીનાબેન રસીકભાઈ શેખ-કોળી (ઉ.વ.38) ઉપર પાડોશી સંજય અને તેના બા લાડુબેને હુમલો કરી ઢીકાપાટુનો માર મારી માથામાં પાણકો મારી લેતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

રીનાબેને જણાવ્યું હતું કે અમારે માલઢોર હોઇ તેને બેસવા માટે ઘર પાસે ઝાડ વાવ્યા છે. આ ઝાડને પાડોશી સંજય કાપતો હોઇ તેને ના પાડતાં ઝઘડો થયો હતો. એ પછી સંજય અને તેના બા લાડુબેને મળીને મને ઢીકાપાટુ માર્યા હતાં અને માથા પાછળ પાણકો મારી દીધો હતો.હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *