રાજકોટ શહેરમાં વાવડી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પાસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવાનની કારમાંથી ગણપતિની મૂર્તિ અને માતાજીની ચૂંદડી કાર ભાડે લઇ ગયેલા વિધર્મિએ સાઈડમાં મૂકી દેતા બંને પક્ષે વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બાબતે સમાધાન માટે બોલાવી 10 જેટલા શખ્સોએ છરી અને સળિયા વડે હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,મવડી વિસ્તારમાં ગોવર્ધન ચોક પાસે આવેલા માધવ પાર્કમાં રહેતા એલ્વિસ હસમુખભાઈ મારવીયા(પટેલ)(ઉ.23) અને પંચશીલ સોસાયટી માં રહેતા તેમના મિત્ર અભિષેક દિલીપભાઈ વાળા(ઉ.22) ને સમાધાન માટે વાવડી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ નજીક બોલાવી અરબાઝ,અરમાન અને તેની સાથેના 10 જેટલા શખ્સોએ છરી અને સળિયા વડે હુમલો કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એલ્વિસ ભાઈએ જણાવ્યું હતું કે,પોતે એલવીસ ટ્રાવેલ્સ નામે ધંધો કરે છે.આરોપી અરબાઝ સાત દિવસ પહેલા 2000 રૂૂપિયા આપી સ્કોર્પિયો ગાડી ભાડે લઈ ગયો હતો.તેઓએ ગણપતિની મૂર્તિ અને માતાજીની ચૂંદડી કાઢીને સાઈડમાં રાખી દેતા તેઓને આમ શુ કામ કર્યું?તેમ પૂછતાં તેઓએ માથાકૂટ શરૂૂ કરી હતી અને બાદમાં વાવડી પાસે બોલાવી મારમાર્યો હતો.આ ઘટનામાં હાલ તાલુકા પોલીસ એલવીસભાઈનું નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી છે.
