Connect with us

ગુજરાત

નવાગામ ઘેડ વિસ્તારમાં રહેણાકના મકાનમાં ચાલતી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ

Published

on

ઘટનાસ્થળેથી રૂપિયા 11 લાખની રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતની માલમત્તા અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કરાયું

જુગાર રમી રહેલા 26 શખ્સોની અટકાયત: અન્ય એકને ફરારી જાહેર કરાયો

જામનગર માં નવાગામ (ઘેડ) વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ પર આજે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને ઘોડી પાસા નો જુવાર રમી રહેલા 26 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે, જયારે ક્લબ ના સંચાલક મકાન માલિકને ફરારી જાહેર કરાયો છે.

પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 11 લાખથી વધુ ની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને ઘોડી પાસા સહિતનું જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.


જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આરોપી રમેશ ઉર્ફે પ્રમુખ વાઘેલાના મકાનમાં આસપાસના વિસ્તારના કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને ઘોડી પાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન 26 જેટલા જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે બનાવના સ્થળેથી જુગાર રમી રહેલા (1) સચીન વલ્લભભાઈ માડમ આહીર ઉ.વ 37 ધંધો બીલ્ડર રહે નવાગામઘેડ જી.જી.હોસ્પીટલ પાછળ જામનગર મો નં 9662212222 (2) અનીલભાઈ હરીશભાઈ મંગે સીધી ભાનુશાળી ઉ.વ 35 ધંધો રેકડી વેપાર રહે વસંત વાટીકા શેરી નં 07 મકાન નંબર 44/7 સાધના રોડ જામનગર મો નં 72019 10683 (3) સુનીલભાઈ સુરેશભાઈ મારૂૂ લુહાર ઉ.વ 34 ધંધો મજુરી રહે ગુલાબનગર રવીપાર્ક ભારત પેટ્રોલપંપનો ઢાળીયો ઉતરતા મહાદેવના મંદીર પાસે જામનગર મો નં 97374 48273 (4) ફારુકભાઈ હુસેનભાઈ ઓડીયા પીંજારા ઉ.વ 47 ધંધો ગેરેજ નો રહે લંઘાવાડના ઢાળીયો બજાજ ઓટો ગેરેજની ગલીમા જામનગર (5) અલ્તાફ સતારભાઈ આંબલીયા પીંજારા ઉ.વ 39 ધંધો રી.ડ્રા રહે લંઘાવાડનો ઢાળીયો આરબ ફળી જામનગર મો નં 9998889612 (6) રમેશભાઈ મગનભાઈ મકવાણા અનુ.જાતી ઉ.વ 20 ધંધો મજુરી રહે નવાગામઘેડ ઘેલુભાઈ માડમના ચોકમા જામનગર મો નં 99793 25540 (7) પરેશભાઈ ઈશ્વરભાઈ મારૂૂ વાણંદ ઉ.વ 39 ધંધો મજુરી રહે ખારવા ચકલો રાધા દામોદર પાસે જામનગર મો નં 92767 01925 (8) ભાવેશકુમાર મહેશભાઈ હરવાણી સીંધી ઉ.વ 30 ધંધો વેપાર રહે એસ.ટી.રોડ સોનલક્રુપા ટ્રાવેલ્સવાળી ગલી હાથી કોલોની શેરી નં 01 જામનગર મો નં 99799 90311 (9) રમેશભાઈ ગોવીંદભાઈ મંગે સીંધીભાનુશાળી ઉ.વ 31 ધંધો મજુરી રહે દી.પ્લોટ 61 બંશી ડેરીની બાજુમા જામનગર મો નં 72030 63726 (10) તેજસિંહ કુવરસિંહ રાજબાર દરબાર ઉ.વ 27 ધંધો મજુરી રહે નવાગામઘેડ બજરંગ મીલ પાસે જામનગર મો નં 99093 22518 (11) તોફીક અબ્દુલભાઈ કાદરી મેમણ ઉ.વ 36 ધંધો વેપાર રહે દરબારગઢ યુનો મેડીકલ વાળી શેરી જામનગર મો નં 8200526777 (12) જયમીન મુકેશભાઈ નરેલા ગઢવી ઉ.વ 40 ધંધો પ્રા.નોકરી રહે પટેલ કોલોની શેરી નં 2 રાધે મોહન એપાર્ટમેન્ટ બ્લોક નં એ-3 જામનગર મો નં 99799 00002 (13) પ્રકાશભાઈ વલ્લ્લભભાઈ ગોંડલીયા કુંભાર ઉ.વ 35 ધંધો મજુરી રહે શરુ સેકશન રોડ એમ.પી.શાહ ઉધોગ 01 પાછળ રામનગર જામનગર મો નં 99251 18421 (14) લાખાભાઈ દલુભાઈ ધરાણી ગઢવી ઉ.વ 36 ધંધો મજુરી રહે યાદવ નગર પાછળ મહાદેવ નગર શામળા ભાઈની દુકાનની બાજુમા જામનગર મો નં 98245 81250 (15) મયુર કરસનભાઈ ભાટીયા આહીર ઉ.વ 24 ધંધો ડ્રાઈવીંગ રહે યાદવ નગર ક્રીષ્નાચોકની બાજુમા મહાદેવ નગર શંકર મંદીર આગળ જામનગર મો નં 8401362836 (16) લાલજીભાઈ રામજીભાઈ પરમાર સતવારા ઉ.વ 36 ધંધો મંજુરી રહે મોરકંડા રોડ સતવારા સમાજની વાડી પાસે જામનગર (17) રાહુલ ભરતભાઈ કનખરા ભાનુશાળી ઉ.વ 25 ધંધો રી.ડ્રા રહે કીશાનચોક નવગ્રહ મંદીર પાસે જામનગર (18) સેવક શ્યામજીભાઈ મકવાણા અનુ.જાતી ઉ.વ 22 ધંધો મજુરી રહે નવાગામઘેડ ઘેલુભાઈ માડમના મકાન પાસે જામનગર (19) વિમલભાઈ કીશોરભાઈ નંદા ભાનુશાળી ઉ.વ 36 ધંધો વેપાર રહે પવનચક્કી ઢાળીયા નીચે અરલી ન્યુઝની સામેની ગલી જામનગર મો નં 98249 12369 (20) અજય લક્ષ્મણભાઈ પરમાર સતવારા ઉ.વ 36 ધંધો રી.ડ્રા રહે મહાપ્રભુજીની બેઠક રાધીકા સ્કુલ પાસે જામનગર મો નં 97124 44064 (21) સાજીદ વલીમામદ ગોધાવીયા પીંજારા ઉ.વ 38 ધંધો મજુરી રહે રતનબાઈની મસ્જીદ મતવા શેરી જામનગર મો નં 97236 85944 (22) ઈકબાલ શાહ ઉમરશાહ ફકીર શાહમદાર ઉ.વ 49 ધંધો વેપાર રહે ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલપંપ વાળો ઢાળીયો રાધે ક્રીષ્નાપાર્ક બ્રાહ્મણ સમાજની વાડી પાછળ જામનગર મો નં 8460208584 (23) સતીષ હરીશભાઈ મંગે સીંધી ભાનુશાળી ઉ.વ 36 ધંધો વેપાર રહે નંદનવન સોસાયટી શેરી નં 02 શ્રધ્ધા સ્ટેશનરી વાળી ગલી રણજીતસાગર રોડ જામનગર મો નં 9228232823 (24) ભાવેશભાઈ અરશીભાઈ ગોજીયા આહીર ઉ.વ 34 ધંધો ડ્રાઈવીંગ રહે યાદવ નગર રીંગ રોડ શેરી નં 01 જામનગર મો નં 98246 17222 (25) આસીફ યુસુફભાઈ ફુલવાલા મેમણ ઉ.વ 27 ધંધો વેપાર રહે લીંડી બજાર ગફાર જુલાની શેરીમા જામનગર મો નં 98248 53529 (26) હસમુખભાઈ મનહરભાઈ પરમાર સતવારા ઉ.વ 53 ધંધો વેપાર રહે બર્ધનચોક ધોરમફળી જામનગર વગેરે ની અટકાયત કરી લીધી હતી.


આ દરોડા સમયે મકાન માલિક રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલા હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે જ્યારે પોલીસે બનાવના સ્થળેથી રોકડા રૂૂપીયા- 11,28,060 તથા ઘોડીપાસા નંગ 2, તથા મોબાઇલ નંગ -09 કિ.રૂૂ. 90,000 વગેરે મળી કુલ કિ.રૂૂ. 12,18,060 ની માલમતા કબ્જે કરી છે.જ્યારે રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલા ને ફરારી જાહેર કરાયો છે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય3 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય4 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય4 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય4 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય5 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત5 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending