રાજકોટમાં રૂા.49.80 લાખની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના કરિયાણાનો શખ્સ ઝડપાયો

એસઓજીની પૂછપરછમાં ભાવનગરના શિહોરના શખ્સનું નામ ખુલ્યું રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી એસઓજીની ટીમે રૂૂ.49.80 લાખની વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે અમરેલીના બાબરાના કરીયાણા ગામના શખ્સની…

એસઓજીની પૂછપરછમાં ભાવનગરના શિહોરના શખ્સનું નામ ખુલ્યું

રાજકોટના આજીડેમ ચોકડી નજીકથી એસઓજીની ટીમે રૂૂ.49.80 લાખની વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) સાથે અમરેલીના બાબરાના કરીયાણા ગામના શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા ભાવનગરના સિહોરના શખ્સે આ વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) વેચવા આપ્યાનું ખુલ્યું હતું.

મળતી વિગતો મુજબ દરીયાઇ જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ રાખવા પોલીસ અધિકારીઓની સુચનાને પગલે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજાની ટીમને સંયુકત રીતે ચોક્કસ બાતમી આધારે રાજકોટ શહેર આજીડેમ ચોકડી નજીક સીટી બસ સ્ટોપ પાસે એક શખ્સ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે આવ્યો હોવાની બાતમીને આધારે અમરેલીના બાબરાના કરીયાણા ગામના વિરમભાઇ મનજીભાઇ બાવળીયા (ઉ.વ-27)ની રૂૂ.49.80 લાખની માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ધરપકડ કરી પુછપરછ કરતા આ વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) ભાવનગરના શિહોરના જીતુભાઇ સુવાળીયા કોળીએ આપેલ હોય આ વ્હેલ માછલી ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાનું જણાવેલ હોય તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાનુ જણાવેલ. એસઓજીએ આ મામલે તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે વનવિભાગના અધિકારી રાજકોટનાઓને સોપેલ છે.

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના હેઠળ એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા,પીએસઆઈ એસ.બી.ઘાસુરા,એ.એસ.આઇ અરૂૂણભાઇ બાભણીયા.ફીરોઝભાઇ શેખ,અમિતકુમાર ટુંડીયા,રવિરાજ વિહાભાઇ ધગલ, કિશોરભાઇ ઘુઘલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *