રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ

બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ…

બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાની રૂૂપિયા 2,55,000ની કિંમતની સોનાની બંગડી કે જે પોતાના જામનગરના એક ગ્રાહક જયપાલસિંહ રાણા ને પહોંચાડવા માટે જામનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુરભાઈ ઉર્ફે વાણીયા નીતિનભાઈ સંઘવીને આપી હતી.

પરંતુ તે બંગડી તેણે પહોંચાડી ન હતી અને રવિ સોની પાસે દોઢ લાખ રૂૂપિયામાં ગીરવે મૂકી દીધી, હતી ત્યારબાદ જીગ્નેશ સોલંકીએ તેમાં મદદગારી કરી હતી, અને આ મામલે ત્રણ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ સિટી બી. ડિવિઝન પોલીસે કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીની અટકાયત કરી લીધી છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જે આરોપી સામે જામનગર અને રાજકોટમાં છ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ રવિ સોની અને જીગ્નેશ સોલંકીને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *