વિધાનસભા 68ના 10000 સહિત 25000 મતદારોના નામેે ફોર્મ નં.7 અન્યએ ભરી દીધાની કલેકટરને રજૂઆત
આમ આદમી પાર્ટીના ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ રાહુલ ભુવાએ કલેકટરને નોટીસ પાઠવી સરની કામગીરી દરમ્યાન રાજકોટ જિલ્લામાં 25000થી વધુ મતદારોના ફોર્મ નંબર સાત અન્ય વ્યક્તિઓ દ્વારા ભરવામાં આવ્યાની જાણ કરી આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે એફઆઇઆર નોંધવાની માંગણી કરી છે.
આ મામલે આપ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં છેલ્લા બે ત્રણ મહિનાથી ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને આ પ્રક્રિયામાં ગંભીર કહી શકાય તેવો પ્રશ્ન ધ્યાને આવ્યો છમ જેમાં ડિલીશન -રદના ત્રાહિત પક્ષ કે અન્ય વ્યક્તિઓ દ્વારા રાજકોટ જિલ્લામાં 25,000 થી વધુ મતદારોના ફોર્મ નંબર 7 અન્ય પક્ષકાર કે વ્યક્તિઓ દ્વારા ભરવામાં આવ્યા છે. જેમાં વિધાનસભા 68ના જ 10,000 થી વધુ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગઈ કાલે તારીખ: 20/0193026ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્ય ચુંટણી કમિશનરને મેઇલ દ્વારા તેમજ રાજકોટ કલેકટર, ERO, AERO, BLOસુપરવાઇઝર અને બીએલઓને લેખિત નોટિસ દ્વારા સૂચના આપવામાં આવી છે. સામાન્ય લોકો કે જેઓ હાલ હયાત છે તેમ જ જેઓનું કાયમી સ્થળાંતર પણ થયું નથી અને આ દેશના નાગરિક છે તેના ચૂંટણી કાર્ડ ડીલીટ કરવા માટે ફોર્મ નંબર- 7 અન્ય વ્યક્તિઓ દ્વારા ભરીને આપવામાં આવ્યા છે.
આ અંગેની જાણકારી 15 – 20 દિવસ પહેલા સરની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી તે મિટિંગમાં કલેકટર તેમજ ARO, EARO અને બીએલઓને આ ગંભીર પ્રશ્ન બાબતે આમ આદમી પાર્ટીના નેતા રાહુલભાઈ ભુવા દ્વારા મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી. અને વિશેષમાં ઉપરોક્ત ફોર્મ બાબતે જણાવ્યુ હતું કે સતાપક્ષ દ્વારા બુથ વાઈઝ ચોક્કસ પ્રકારના મતદારોને માર્ક કરીને તેના લિસ્ટ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમના ફોમ નંબર 7 ભરી અને ડીલિશન માટે અરજી કરવા માટે તૈયારી ચાલી રહી છે અને તેવું ન થાય તેની વિનંતી કરવામાં આવી હતી, ત્યારે કલેક્ટરે તેની બાહેંધરી પણ આપી હતી.
કલેક્ટર કચેરીના આંકડાઓ મુજબ તા.19/01 સુધી માત્ર 40 થી 50 ફોર્મ જ ફ઼ોર્મ નંબર 7ના ભરાઇને કચેરી સુધી આવ્યા હતા. જ્યારે આ કામગીરીના છેલ્લા દિવસોમાં એટલે કે 19-20 તારીખ સુધીમાં અચાનક જ સમગ્ર રાજકોટ જિલ્લામાંથી ₹25,000 થી વધુ ફોર્મ નંબર-7 ભરીને કચેરીમાં આપી દેવામાં આવ્યા છે.
આ સામાન્ય લોકોના કોઈ કારણ વગર ચૂંટણી કાર્ડ ડીલીટ ન થાય તેના માટે આમ આદમી પાર્ટી દ્વારા અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે તમામ ફ્રોમ નંબર 7ની વિગત છે તે જાહેર કરવામાં આવે અને તેની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. સાથે જ જો કોઈપણ પ્રકારની ગેરરીતી જણાય તો આ ફોર્મ ભરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેના પર એફઆઇઆર નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિષેશમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારા સમયમાં આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવેલ છે. ઉપરોક્ત પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટીના નેતા અજિતભાઈ લોખિલ, દિલિપસિંહ વાઘેલા, દિનેશભાઇ જોશી, શિવલાલભાઇ બારસીયા તેમજ રાહુલભાઇ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.
