યાત્રાધામ દ્વારકા નજીક આવેલા ઓખા વિસ્તારના સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે જાહેર રોડ પર ગરબા રમી, આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને અડચણરૂૂપ થવા સબબ સુરતના રહીશ જલ્પાબેન પટેલ તેમજ અન્ય મહિલાઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ જ રીતે રાજકોટના કેવડા વાળી વિસ્તારના રહીશ દિપક લાખાભાઈ અણદાણી અને તેમની સાથે અન્ય મહિલાઓએ પણ આ રીતે સુદર્શન સેતુ પર ગરબા કરી, તેનું રેકોર્ડિંગ – વિડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હોવાથી આ કૃત્ય સબબ ઓખા મરીન પોલીસે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
દારૂ સાથે ત્રણ ઝડપાયા
કલ્યાણપુર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે ગૌતમ મનોજગીરી ગોસ્વામી (ઉ.વ. 23, રહે. જામનગર) અમુલકર દીવાકર મરાઠા (ઉ.વ. 26, રહે. જામનગર) અને હર્ષ ગંગાધર સીતાલે (ઉ.વ. 24, રહે. હનુમાન ટેકરી, જામનગર) ને રૂૂ. 12,400 ની કિંમતની વિદેશી દારૂૂની કિંમતની 12 બોટલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂૂ. 3,31,400 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
