86 તેજસ્વી તારલાઓને આગેવાનોને હસ્તે ઈનામ વિતરણ
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામે ધામી ૈક્ષણિક સંકુલની છ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક અને તૃતિક ક્રમાંકથી ઉત્તીર્ણ થયેલા ને પ્રોત્સાહક ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી વલ્લભ વિદ્યાલય શાળાના પટ્ટા ગણ યોજાયો આ કાર્યક્રમમાં 86 જેટલા વિદ્યાર્થીઓને આગેવાનો હસ્તે ઇનામ અપાયા તેમજ જે વિદ્યાર્થીઓ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગોમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ભાગ લીધો છે તેઓને ટ્રોફીઓ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા સન્માન સમારોહના કાર્યક્રમ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ કમલ નયનભાઈ સોજીત્રાએ ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનોને સંબોધન કરતા જણાવ્યું કે સમૃદ્ધિ અને વિકાસમાં શિક્ષણનું બહુ મોટું યોગદાન છે વર્તમાન સમયમાં વિજ્ઞાન અને શિક્ષણ નો વિકાસ જે ગતિએ આગળ વધી રહ્યો છે તેની સાથે કદમ મિલાવવા વિદ્યાર્થીઓનું ઘડતર કરવા શિક્ષક ગણ સાથે ટ્રસ્ટી મંડળ પ્રયત્નશીલ રહે છે સમયની માંગ પ્રમાણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સ્માર્ટ બોર્ડ અને શિક્ષણના પ્રોગ્રામો ના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.
ત્યારે વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સ્ટાફ ટ્રસ્ટી મંડળ અને વાલી ગણના સહિયારા પ્રયત્નો ખૂબ જ જરૂૂરી છે ટ્રસ્ટ તરફથી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આધુનિક બિલ્ડીંગની સુવિધાઓ ઊભી કરી રહ્યા છીએ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ નું કાઉન્સેલિંગ કરવાના કાર્યકર્મો યોજી રહ્યા છીએ આ શાળામાં વિદ્યાર્થીઓના ઘડતર અંગે શિક્ષકો અને વાલીઓ મુક્ત મને વિચારો રજૂ કરી શકે છે તેઓ ખુલ્લુ વાતાવરણ નું સર્જન કરેલ છે સર્વ મહેમાનો વાલીઓ અને વિદ્યાર્થીઓનું શબ્દોથી સ્વાગત મેનેજિંગ ટ્રસ્ટી વલ્લભભાઈ સોજીત્રાએ કર્યું સન્માન સમારંભમાં ટ્રસ્ટી મંડળ ના છગનભાઈ સોજીત્રા ડાયાભાઈ ગજેરા હરિભાઈ ઠુંમર ઉપરાંત શહેરના વિવિધ સંસ્થાઓ લેઉવા પટેલ સમાજના માનદ મંત્રી દામજીભાઈ રામાણી અને ટ્રસ્ટી મંડળ પીપલ કોપરેટીવ સોસાયટીના એડવોકેટ ભાદરકા તેમજ ડિરેક્ટરો અને ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીના ડિરેક્ટર પમીબેન ડેર અને દેવનભાઈ વસોયા તેમજ માનવસેવાના ટ્રસ્ટી શાંતિભાઈ ગજેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ગીતાંજલિ બેન તલાટી કર્યું અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અને શિક્ષકઓ કામગીરી કરી હતી.
