વેરાવળ-પાટણ પાલિકા દ્વારા જન્મમરણના દાખલા માટે સ્વઘોષણા પત્ર સિસ્ટમ દાખલ

લોકોને સોગંદનામુ ન કરવાથી બિનજરૂરી ખર્ચમાંથી મળી મુક્તિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ’ન્યૂ ઇન્ડિયા’ ના સંકલ્પને સાકાર કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ…

લોકોને સોગંદનામુ ન કરવાથી બિનજરૂરી ખર્ચમાંથી મળી મુક્તિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ’ન્યૂ ઇન્ડિયા’ ના સંકલ્પને સાકાર કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત હંમેશા ‘ગવર્નન્સ’ અને ‘ટેકનોલોજી’ના સમન્વયમાં અગ્રેસર રહ્યું છે. સામાન્ય નાગરિકોને નગરપાલિકા ખાતે કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને બીનજરૂૂરી ખર્ચમાંથી મુક્તિ મળે એ માટે રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરપાલિકા એ પણ આ દિશામાં પહેલ કરી છે.વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ઓફિસ સુપ્રિટેન્ડન્ટ દિગંત દવેએ જણાવ્યું હતું કે, જન્મ મરણના દાખલામાં ચાર મહિનાથી સોગંદનામા લેવાની પ્રથા બંધ કરવામાં આવી છે અને લોકોને સહેલાઈ થી જન્મ મરણના દાખલા પ્રાપ્ત થાય તે માટે સ્વ ઘોષણા પત્ર સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેથી લોકોને બિનજરૂૂરી ખર્ચ માંથી મુક્તિ મળી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જન્મ મરણ અને લગ્ન નોંધણી આ બન્નેના સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થતાં હોય છે. ટેકનોલોજી આધારિત હોવાના કારણે ઘણીવાર સર્વરની સમસ્યાના કારણે જનરેટ નથી થઈ શકતા તો વેરાવળ નગરપાલિકા એ આગોતરી પહેલ કરતાં જન્મ મરણ અને લગ્ન નોંધણી ના દાખલા માટે જે અરજદાર અહીં એપ્લાય થયા હોય એમને પ્રમાણપત્ર લેવા માટે ધક્કા ન ખાવા પડે એ માટે મોબાઈલ પર જ તેમને અપડેટ મળી રહે છે.

આમ, સમયસર, ડિજિટલ અને ઝડપી સેવા નો મંત્ર સાકાર કરતા વેરાવળ નગરપાલિકા એ નાગરિકલક્ષી હિતમાં નિર્ણય લીધો છે. તેથી જાહેર જનતાને નગરપાલિકા ની વિવિધ સેવા ઓનો સરળતાથી લાભ મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *