ગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈ

ગોંડલ પંથક માં જાણે છેતરપીંડી ની મોસમ ખીલી હોય રોજબરોજ પોલીસ ચોપડે ઘટનાઓ નોંધાઈ રહીછે.જેમાં એકનો વધારો થયો છે. ગોંડલના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં…

ગોંડલ પંથક માં જાણે છેતરપીંડી ની મોસમ ખીલી હોય રોજબરોજ પોલીસ ચોપડે ઘટનાઓ નોંધાઈ રહીછે.જેમાં એકનો વધારો થયો છે. ગોંડલના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે રૂૂ.2.70 લાખની ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. ગોંડલનાં વેપારી એ મિત્રતા કેળવી યુવાનને વિશ્વાસમાં લઈ સાયલન્ટ પાર્ટનર બનાવી રૂૂપીયા પડાવી લીધાં હતાં. તેમજ અન્ય લોકોને પણ ઝાળમાં ફસાવી 60 લાખ પડાવી લીધાનું સામે આવતાં ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ચોરડી ગામે રહેતાં મેઘરાજસીંહ મહાવીરસીંહ ઝાલા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કરણ રાજેન્દ્ર બાલચંદાણી રહે.ભોજરાજપરા નું નામ આપતા ગોંડલ તાલુકા પોલીસે છેતરપીંડી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

ફરીયાદીએ જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા કરણ બાલચંદાણી સાથે મુલાકાત થયેલ હતી. વાતોવાતમાં મિત્રના નાતે આરોપીએ માહીતી મેળવી લીધેલ કે, યુવાન પાસે ખેતીના બચતના રોકડા રૂૂ.2.70 લાખ છે. જેથી તેણે ધીમે ધીમે વિશ્વાસમા લેવાનું શરૂૂ કરેલ હતુ. કરણે વાત કરેલ કે, મારે ગોંડલ શહેરમાં વછેરાના વાડામા એ.કે.મેન્સ એસેસરીઝ નામની દુકાન આવેલ છે, મારે આ ધંધામાં ખુબ જ મોટો નફો છે. જો તમે તમારી પાસે રહેલ રોકડા રુપીયાનુ આ ધંધામાં માત્ર રોકાણ કરશો તો હું તમને સાયલન્ટ ભાગીદારી આપીશ.

બાદમાં ગત નવેમ્બર મહીનામાં ફરીયાદી અન્ય લોકો સાથે ઘરે હાજર હોય ત્યારે ચોરડી ખાતે કરણ ઘરે આવેલ અને કહેલ કે, મારે અત્યારે ધંધામા રોકાણ કરવા સારુ પૈસાની જરીયાત છે, વિશ્વાસમા આવી તેને રૂૂ. 2.70 લાખનુ રોકાણ કરવા સારુ આપી દીધેલ હતા. થાડા દીવસ બાદ યુવાને પીયા પરત માંગતા તેને રોકેલ મુડી પરત આપેલ નહીં અને કહેલ કે, રોકડા આ પીયા ભલે ધંધામા જમા રહયા, તમને હુ દર મહીનાનો નફો તમને ભેગો કરી આપી દઇશ. તેનો સાથે તે અંગેનો એક લેખીત નોટરાઇઝડ કરાર પણ કરેલ છે.

બાદમાં યુવાને પૈસાની જરીયાત હોય જેથી તેની પાસે પૈસા પરત માંગેલ પરંતુ તેને થોડો સમય રાહ જોવાનું કહેલ અને જાણ થયેલ કે, આ કરણએ તેઓને તથા મીત્રો નીલેશભાઈ બાબુભાઈ જેતાણી, અજયભાઇ સંજયગીરી ગોસ્વામી અને અન્ય કેટલાંક લોકો પાસેથી પણ ધંધાના નામે ખુબ મોટી રકમ રોકાણ કરવાના નામે રોકડમાં મેળવેલ છે. જે બાદ ફરીયાદી અને તેમના મિત્રોનું ખુબ જ મોટુ રોકાણ આ ધંધામાં થઇ જતા દોઢેક મહીના પહેલા આ શો-રૂૂમ ખાતે જઇ જણાવેલ કે, મને સાયલન્ટ પાટનર તરીકે તમારા ધંધામાં રાખો છો, મારા રૂૂપીયા પણ રોકડમાં તમે રોકાણ માટે લીધેલ છે. તો હવે આ અંગેનો એક ભાગીદારી કરાર લેખીતમાં કરી લઇએ. તમારી પાસે આ ધંધામાં અમારા જે કાંઈ રૂૂપીયા તમને રોકડમાં આપેલા છે, તે પરત આપી દો.

જેથી તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને જણાવેલ કે, શું ઉતાવળ છે ? આપણે અત્યારે ધંધો કરવાનો સમય છે, દીવાળી પછી નવરા હશુ ત્યારે આ બધુ લખાણ હું તમને કરી આપીશ. દીવાળીના સમયે ધંધામાં ખુબ તેજી છે અને ખૂબ જ માલની ખપત વેચાણ થાય છે અને નફો પણ સારો એવો મળશે તેવી વાત કરી તેણે ધંધામાં રોકાણ કરવાના અને દીવાળીના સમયના નામે વધુ માલ ખરીદવાના બહાને અત્યારે પૈસા નહી આપી શકુ, વધુ વળતર આપવાની લાલચ આપેલ હતી. બાદમાં જાણ થયેલ કે કરણએ તેઓ અને મીત્રો તથા જાણીતા લોકો પાસેથી છેલ્લા ત્રણેક મહીનામાં આશરે સાઠેક લાખ જેટલા રોકડા રૂૂપીયા યેનકેન પ્રકારે મેળવી લીધેલ છે. આમ પોતે છેતરાયા નું જણાતા તાલુકા પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *