કારખાનામાં માલ ઉતારવા બોલાવેલા કારીગરે 1.28 લાખની એલ્યુમિનિયમની લાદીની ચોરી કરી

  રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામનગર શેરી નં. 5 માં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદી જેન્તીભાઈ રવજીભાઈ પોકર, જેઓ ’ઓમ…

 

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામનગર શેરી નં. 5 માં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદી જેન્તીભાઈ રવજીભાઈ પોકર, જેઓ ’ઓમ મેટલ’ અને ’ઓમ ઈન્ડસ્ટ્રીઝ’ નામનું એલ્યુમિનિયમનું કારખાનું ચલાવે છે, તેમણે તેમના જ એક પરિચિત કારીગર ભીખાભાઈ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત મુજબ, ફરિયાદીએ ગત 14 માર્ચના રોજ ભાવનગરથી એલ્યુમિનિયમનો કાચો માલ મંગાવ્યો હતો. આ માલ ઉતારવા અને કામકાજ માટે તેમણે અગાઉથી પરિચિત એવા ભીખાભાઈને ફોન કરીને કામ પર બોલાવ્યા હતા.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે માલ મોકલનાર વેપારીએ જણાવ્યું કે ભૂલથી એલ્યુમિનિયમની લાદીના પાંચ વધારાના બાચકા (આશરે 250 કિગ્રા) મોકલાઈ ગયા છે જે પરત કરવાના છે. ફરિયાદીએ તપાસ કરતા તેમાંથી એક બાચકું, જેમાં આશરે 32 કિલોગ્રામ એલ્યુમિનિયમની લાદી હતી, તે ગાયબ જણાયું હતું. જેની બજાર કિંમત આશરે ₹1,28,000 થાય છે. જ્યારે ભીખાભાઈને આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખોટું બહાનું કાઢ્યું કે માલ ભઠ્ઠીમાં ઓગાળી નાખ્યો છે, પરંતુ તપાસમાં માલ મળી આવ્યો નહોતો.

આરોપી ભીખાભાઈએ શરૂૂઆતમાં માલ પરત કરી દેવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અંતે જેન્તીભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. થોરાળા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇ.ગ.જ.જ) ની કલમ 305(ફ) અને 54 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિખિલ રમેશભાઈ ડોબરીયાને સોંપવામાં આવી છે. પોલીસ હાલ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *