ક્રાઇમ
મવડીના કોન્ટ્રાકટરને એક્ટિવા ચાલકે અડફેટે લઇ પછાડયો, હાથ-પગ ભાંગી નાખ્યા
મવડીમા રહેતા ક્ધટ્રકશનના ધંધાર્થીને જુની અદાવતનો ખાર રાખી આરોપીઓએ ભાડુતી માણાને મોકલી ધંધાર્થી પર હુમલો કરાવડાવી હાથપગ ભાંગી નાખતા ધંધાર્થી યુવાને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની મળતી વિગતો અનુસાર, મવડી ગામમાં આલાપ મેઇન રોડ બંસરી પાર્કમાં રહેતા મહેશભાઇ વલ્લભભાઇ મેઘાણી (ઉ.વ.42) (પટેલ) નામના યુવાને મહેશ ગાંડુ વકાતર અને તેની સાથેના અજાણ્યા ત્રણ યુવાન સામે ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમાં મહેશભાઇએ જણાવ્યું હતું કે પોતે ક્ધટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એકાદ મહીના પહેલા મહેશ ગાંડુ વકાતર, ગાંડુ વકાતર સાથે મિત્ર સતિષ ગમારાની સાથે મહેશભાઇને ઉઠક બેઠક હોય જેનો ખાર રાખી મહેશ વકાતરને સતીષ ગમારા સાથે અગાઉની અદાવત હોય જેના લીધે મહેશ ગાંડુ વકાતર તથા ગાંડુ વકાતરે ઝઘડો કર્યો હતો.
ગઇકાલે બપોરના સમયે મહેશભાઇ મેઘાણી પોતાનું વાહન લઇને સરદાર ચોકથી પસાર થતા હતા ત્યારે એક એકટીવાના ચાલકે ઠોકર મારી મહેશભાઇને પછાડી દીધા હતા અને અકસ્માત કરનારને કહેલ કે દેખાતુ નથી? આવું કહેતા આ એકટીવાવાળો અજાણ્યો વ્યકિત તેમજ બાઇકમાં આવેલા અન્ય બે શખ્સોએ પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો અને તેમાંથી આ લોકો બોલતા હતા કે અમોને કહીને મોકલ્યા છે કે તને મારી જ નાખવો છે કહી ધમકી આપી છે. ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા. મહેશભાઇને હોસ્પીટલે ખસેડતા તેમના હાથ-પગ પર ફેકચર થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે.
ક્રાઇમ
ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો
શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂા. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ હોલસેલ રેડીટાઈલ મરચન્ટ એસો.ના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડાનીખરીદી કરી આરોપીઓ પરિવાર સાથે ભાગી જતાં ભોગબનનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ પર સત્યપાર્ક શેરી નં. 3માં રહેતા કાપડના વેપારી એન ધર્મેન્દ્ર રોડ પર આવેલા રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસીએશનના સભ્ય ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામે દુકાન ધરાવતા વેપારી બંધુ મનીષ હસમુખભાઈ ઉનડકટ અને જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 20-9-22થી 11-10-24 સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂા. 4,04,122નો રેડીમેઈડ કપડાનો માલ ખરીદી રૂા. 1,10,313 આપ્યા હતાં એન બાકીના રૂા. 2,93,809 આપ્યા હતાં.
આ ઉપરાંત આરોપીઓ એસોસીએશનના અન્ય વેપારીઓ એડી. બ્રધર્સના અલ્પેશભાઈ મૃગ પાસેથી રૂા. 1,16,242, અંજલી ગારમેન્ટવાળા ભાવેશભાઈ મૃગ પાસેથી રૂા. 2,28,548, વિશાલ ટ્રેડર્સ વાળા દિલિપભાઈ પુરોહિત પાસેથી રૂા. 26,625, રાજેશ ટ્રેડલીંક વાળા દેવેનભાઈ દોશી પાસેથી રૂા. 61,762, રાધીકા એન્ટરપ્રાઈઝવાળા નીમેષભાઈ દેસાઈ પાસેથી રૂા. 34,907, બાલાજી એન્ટરપ્રાઈઝ વાળા હસમુખભાઈ દેસાઈ પાસેથી 1,82,589, વર્ધમાન ટ્રેડીંગ વાળા વિપુલ રૂપાણી પાસેથી રૂા. 3,22,503, કોલેજિયન કલેક્શન વાળા ધવલભાઈ વાઘેલા પાસેથી રૂા. 60,075, આદીત્ય શર્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 2,41,953 અને 3ડી પ્રોડક્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂા. 53,269નો માલ લઈ રૂપિયા ચૂકવ્યા ન હતાં.
અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આરોપી બંધુ રૂપિયા આપતા ન હતા અને બંને આરોપી પોતાના પરિવાર સાથે ભાગી ગયા હોય જેથી ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી બંધુ સામે રૂા. 16.21 લાખની છેતરપીંડી કર્યાનો ગુનો નોંધી પીએસઆઈ બી.એચ. પરમારે તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
રાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મ
દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ
રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત થઇ, દીકરીનું અવસાન થતા ડિપ્રેશનમાં સરી પડેલી મહિલાને સાંત્વના આપી
રાજકોટમાં વધુ એક દૂષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતી મહિલાને વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા શખ્સે લગ્નની લાલચ આપી દારૂડીયા પતિ સાથે છુટાછેડા લેવડાવી લગ્નની લાલચ આપી અવાર નવાર દૂષ્કર્મ ગુજારી બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતા રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.મળતી વિગતો અનુસાર, રાજકોટની ભાગોળે રહેતી ત્યકતાએ ફરિયાદમાં વંથલીના ટીમઇસ ગામમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઇવરની નોકરી કરતા રાહુલ લાખાભાઇ હુંબલ સામે દૂષ્કર્મ અને મારામારી તેમજ ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. ત્યકતાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમને બે સંતાન છે. પોતે સિલાઇ કામ કરે છે. 2022માં પોતે સુરતથી કેશોદ રૂટની રાઘવ ટ્રાવેલ્સમાં રાજકોટથી જુનાગઢ આવતી જતી હતી ત્યારે તેમને રાહુલ હુંબલ સાથે પરિચય થયો હતો અને તેણી તેમની પાસે જ બસનું બુકીંગ કરાવતી હતી.
ત્યારબાદ રાહુલે એકવાર ગુડ મોર્નીંગનો મેસેજ કરતા મહિલાએ કોઇ જવાબ આપ્યો નહતો અને તા. 1/04/2022 ના રોજ તેમની મોટી દીકરીનું અવસાન થતાં મહિલા ડિપ્રેશનમાં સરી પડી હતી અને પતિ દારૂની લતે ચડી ગયો હતો. આ સમય દરમિયાન રાહુલના મેસેજ આવતાં તેની સાથે વાતચીત થતી હતી અને તેમની સાથેના સબંધો ગાઢ થયા હતા. તેણે મહિલાને ઘરે આવવા તેમજ પરિવાર સાથે મળી દુ:ખ હળવું થાય તેવું કહયું હતું જેથી મહિલા રાહુલના ઘરે પહોંચી તેમના પત્ની અને બે સંતાનોને મળી હતી. તેમજ પતિ પણ દારૂના રવાડે ચડી ગયો હોય જેથી તેમને રાહુલે કહયું કે તું તારા પતિથી છુટાછેડા લઇ લે તું આ દુ:ખ સહન ન કર અને બાદમાં મહિલાએ કહયું કે હું મારા પતિ સાથે છુટાછેડા લઇ લવ તો મારૂ કોણ ? ત્યારે રાહુલે આશ્ર્વાસન આપતા જણાવ્યુ હતું કે તું છુટાછેડા લઇ લે બાદમાં તારી સાથે હું લગ્ન કરી લઇશ અને તને તેમજ તારા સંતાનોને સાચવી લઇશ. આ લાલચમાં આવી મહિલાએ તા. 23-9 ના રોજ તેમના પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા અને થોડા દિવસ બાદ પોતે ઘરે એકલી હતી ત્યારે રાહુલ ત્યાં આવી પહોંચ્યો હતો અને બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો ત્યારબાદ અવાર નવાર ઘરે આવી શરીર સબંધ બાંધતો હતો.
એકવાર રાત્રે બાળકો સુતા હતા ત્યારે રાહુલ ઘરે આવ્યો હતો અને શરીર સબંધ બાંધવાનુ કહેતા મહિલાએ તેમને ના પાડી દેતા ખભ્ભા પર અને શરીરે બચકા ભરી લીધા હતા અને તેમનુ માથુ કબાટમાં ભટકાળ્યુ હતુ. ત્યારબાદ ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઇને કરીશ તો તને જીવવા નહી દવ તેમજ કોઇને મોઢુ બતાવવાને લાયક નહીં રાખુ. આ ઘટના બાદ આઘાતમાં આવી ગયેલી મહિલાએ અંતે પોલીસને શરણ લીધુ હતુ અને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ હરીપરા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
મધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
રાજકોટ શહેરના પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલીયર પોલીસ મથક વિસ્તારના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો હતો. હાલ તેમને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે.બનાવની વધુ વિગતો અનુસાર પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચૌહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહીતભાઇ કછોટ, કુલદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળિયા, દોલતસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ નાસતા ફરતા આરોપીને પકડવા પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે મધ્યપ્રદેશના ગ્લાલીયરના સિરોલ પોલીસ મથક વિસ્તારના પ્રયાસના ગુનામાં ફરાર થયેલા અરવિંદ શ્રીરાજેન્દ્રસિંહ પરિહાર (રહે. 306 ઓરેન્જ વુડસ સીરોલ જી. ગ્વાલીયર રાજય મધ્યપ્રદેશ) ને ઝડપી લીધો હતો. તેમજ આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.
-
આંતરરાષ્ટ્રીય1 day ago
શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
-
ગુજરાત1 day ago
મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
-
ગુજરાત1 day ago
પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
-
ગુજરાત1 day ago
રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
-
ક્રાઇમ1 day ago
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
-
ગુજરાત1 day ago
એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
-
ગુજરાત1 day ago
પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં
-
Sports1 day ago
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે