દારૂડિયા પતિના મારથી બચવા ભાગેલી પત્ની ત્રીજા માળેથી પટકાઇ

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં દારૂૂડિયા પતિએ પત્નીને માર માર્યો હતો. પતિના મારથી બચવા ભાગેલી પત્ની અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેણીને ઇજા પહોંચી…

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં દારૂૂડિયા પતિએ પત્નીને માર માર્યો હતો. પતિના મારથી બચવા ભાગેલી પત્ની અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેણીને ઇજા પહોંચી હતી. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતી દુર્ગાબેન પ્રવીણભાઈ ઠુંમર નામની 30 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે ત્રીજા માળેથી અકસ્માતે નીચે પટકાઈ હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.


પ્રાથમિક પૂછપરછમાં દુર્ગાબેન મૂળ મહારાષ્ટ્રની વતની છે. અને તેના પ્રવીણ ઠુમ્મર સાથે લગ્ન થયા હતા. પ્રવીણ ઠુમ્મરને પાનની દુકાન છે. અને તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ પ્રવીણ ઠુમ્મર દારૂૂના નશામાં માર મારતો હતો. તે દરમિયાન પતિના મારથી ભાગવા જતા દુર્ગાબેન અકસ્માતે ત્રીજા માળેથી પટકાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *