માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત

યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ…

યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો

રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ પર મૈસુર ભગત ચોક પાસે પુર ઝડપે આવેલા ટ્રકના ચાલકે બાઈક ચાલકને ઉલાડતા બાઈકના ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ચાલક ટ્રક રેઢો મૂકી ભાગી ગયો હતો.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતો મુજબ, આસોપાલવ રેસિડેન્સીમાં ચોથા માળે રહેતા વિપુલભાઈ શાંતિલાલ સાયાણી(ઉ.54)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં બે દીકરા આદિત્ય અને ધ્રુવીલ હતો.તેમજ પોતે રૈયા રોડ હનુમાન મઢી પાસે ચોળાફળીનો વેપાર કરે છે.ગઈ તા.28ના રોજ બપોરે શાંતીનગરના ગેઇટ પાસે કૈલાશ પાર્ક નવા મકાન ખાતે ચાવી લેવા ગયા હતા.ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ પુત્ર ધ્રુવીલના ફોનમાંથી ફોન કરી જણાવ્યું કે મૈસુર ભગત ચોકમાં તમારા દીકરા ધ્રુવીલ(ઉ.18)નું અકસ્માત થયું છે.

ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે ધ્રુવીલ તેમના ઘરે રેલનગરમાંથી નાણાવટી ચોકમાં તેમના મિત્ર હર્ષ ટાંકના ઘરે જતો હતો ત્યારે મૈસુર ભગત ચોક પાસે ટ્રકના ચાલકે હડફેટે લઇ મોત નિપજાવ્યું હતું.ધૃવિલ બે ભાઈમાં નાનો હતો.તેમજ 12મુ ધોરણ ભણતો હતો.તેમને મિત્ર સાથે ફિલ્મ જોવા જવાનું હતું એટલે મીત્રના ઘરે જતો હતો.ત્યારે અકસ્માતની ઘટના બની હતી.યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *