જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોત

કમોસમી વરસાદે ભરવાડનો જીવ લીધો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે એક માલધારીનો ભોગ લેવાયો છે. વરસાદી વીજળી પડવાથી એક માલધારીનું મૃત્યુ…

કમોસમી વરસાદે ભરવાડનો જીવ લીધો

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે એક માલધારીનો ભોગ લેવાયો છે. વરસાદી વીજળી પડવાથી એક માલધારીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકા ના જૂની આંબરડી ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા કાબાભાઈ માયાભાઈ વકાતર નામના 52 વર્ષના ભરવાડ આધેડ, કે જેઓ ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફુલઝર નદીના કાંઠે પોતાની ભેસોને ચરાવવા માટે લઈ ગયા હતા. જે દરમિયાન એકાએક તેઓ પર વરસાદી વીજળી પડી હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિશાભાઈ ઉર્ફે જીણકાભાઈ માયાભાઈએ પોલીસને જાણ કરતાં શેઠવડાળા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *