મોરબીના નાની વાવડીમાં અસામાજિક તત્વો બેફામ : 6 વાહનોના કાચ તોડ્યા

નાની વાવડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અંદાજે 6 જેટલા વાહનોના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડવામાં…

નાની વાવડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અંદાજે 6 જેટલા વાહનોના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ નુકસાનીમાં એક બસ અને અન્ય પાંચ જેટલી કારનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ઘટના અંગે હજુ સુધી આસપાસના સીસીટીવી કેમેરામાં કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. જોકે, વાહન માલિકો દ્વારા બનાવની જાણ કરવામાં આવતા પોલીસ જમાદાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને બનાવ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.નઅત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મોરબીમાં આવી જ રીતે અસામાજિક તત્વોએ અનેક વાહનોના કાચ તોડી આતંક મચાવ્યો હતો. રાત્રિના અંધારામાં વાહનોમાં તોડફોડ કરવાનો આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે. વારંવાર બનતી આવી ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે આ આવારા તત્વોને હવે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *