મોટી મારડ ગામે વીજશોકથી યુવકના મોત મામલે PGVCLના કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો

  ધોરાજીના પીપળીયા ગામે રહેતા જીઆરડી જવાનના પુત્રનું પીજીવીસીએલનાં કોન્ટ્રાકટમાં કામ કરતી વખતે વીજશોકથી મોત થયું હોય જે મામલે કોન્ટ્રાકટર સામે બેદરકારી અંગેની પોલીસ ફરિયાદ…

 

ધોરાજીના પીપળીયા ગામે રહેતા જીઆરડી જવાનના પુત્રનું પીજીવીસીએલનાં કોન્ટ્રાકટમાં કામ કરતી વખતે વીજશોકથી મોત થયું હોય જે મામલે કોન્ટ્રાકટર સામે બેદરકારી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે કોન્ટ્રાકટર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

ધોરાજીનાં પીપળીયા ગામે રહેતાં અને જી.આર.ડી.માં નોકરી કરતાં દીપક માધાભાઈ વાઘેલાની ફરિયાદને આધારે પીજીવીસીએલનાં કોન્ટ્રાકટર ગોકુલ પાવર ઈસરા બસ સ્ટેન્ડ ચોક ઉપલેટા ખાતેના સાગર ચંદ્રાવાડીયાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.5-9નાં રોજ દીપકભાઈ વાઘેલાના પુત્ર વિશાલ કે જે પીજીવીસીએલનાં કોન્ટ્રાકટરને ત્યાં નોકરી કરતો હોય તેનું ભાડેર ગામે કામ કરતી વખતે વીજશોક લાગવાથી મોત થયું હતું. બનાવની જાણ થતાં પિતા દીપકભાઈ ત્યાં દોડી ગયા હતાં. તપાસ કરતાં મૃતક વિશાલના શરીર ઉપર કોઈ સલામતીના સાધનો કે સેફટી અંગેની કોઈ જરૂરી વ્યવસ્થા કોન્ટ્રાકટરે ઉભી કરી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ વખતે કોન્ટ્રાકટર સાગર ચંદ્રાવાડીયા તેમજ પીજીવીસીએલના કોઈ અધિકારી પણ હાજર ન હતાં. વિશાલ ભાડેર ગામે વાડીના થાંભલા ઉપર સર્વિસ બદલવાની કામગીરી કરતો હોય ત્યારે ભારે દબાણવાળી 1111 કે.વી.વાઘેશ્ર્વરી ખેતીવાડી ફીડર તેમજ હળવા દબાણવાળી એલ.ટી.લાઈન ત્યાંથી પસાર થતી હોય ત્યારે કામગીરી વખતે વીજશોક લાગવાથી વિશાલનું મોત થયું હતું.

આ મામલે કોન્ટ્રાકટરે બેદરકારી દાખવી હોય અને સલામતીના સાધનો જેવા કે હેલ્મેટ કે પ્લાસ્ટીકના મોજા તેમજ સેફટી બુટ પણ વિશાલને આપ્યા ન હોય બેદરકારીના કારણે વિશાલનું મોત થતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે કોન્ટ્રાકટર સાગર ચંદ્રાવાડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *