કાલાવડના મકાજી મેઘપરની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ગુજરાત મિરર, કાલાવડ તા. 17 કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેના પો.સ.ઈ સી.બી.રાંકજા તથા કર્મચારીઓ સ્ટાફ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન નીકાવા આઉટ પોસ્ટના…

ગુજરાત મિરર, કાલાવડ તા. 17
કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેના પો.સ.ઈ સી.બી.રાંકજા તથા કર્મચારીઓ સ્ટાફ પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન નીકાવા આઉટ પોસ્ટના પો.હેડ.કોન્સ. મહેશભાઇ ચાવડા તથા પો.કોન્સ રાજદીપસિંહ જાડેજા નાઓએને મળેલ સંયુક્ત ખાનગી હકિકત આધારે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામની સીમમાં નદી અને તળાવની વચ્ચે બાવળની કાટમાં આરોપી દેવાભાઈ કારાભાઈ વાઘેલા તથા આરોપી મદન શોબારામ ડાવરઓને ગે.કા પાસ પરમીટ વગર સરકારી વીડીની જગ્યામાં મોટા પ્રમાણમાં દેશી દારૂૂની ભઠી ચલાવી દેશી દારૂૂ તથા દેશી દારૂૂ બનાવવાનો કાચો તથા ચાલુ ભઠ્ઠી તથા ભથ્થીના અન્ય સાધનો તથા દેશી દારૂૂની હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ ટ્રેક્ટર સાથે રૂૂ.7.85 800 નો મુદામાલ રાખી સાથે રેઇડ દરમ્યાન (1) દેવાભાઇ કારાભાઇ વાઘેલા ઉ.વ.31 ધંધો મજુરી રહે. રોર્જીયા ગામ તા.પડધરી જી.રાજકોટ (2) મદન શોબારામ ડાવર ઉ.વ.20 ધંધો ખેત મજુરી રહે.હાલ કાનભા જાડેજાની વાડીએ રોજીયા ગામ તા.પડધરી ગામ જી.રાજકોટ મુળ રહે.રેનવા ગામ તા.રાજપુર જી.બળવાની (મ.પ્રદેશ) વાળાની ધરપકડ કરાઇ હતી જયારે (1) દિગ્વિજયસિંહ ગોહીલ (2) કાનભા જાડેજા અને (3) ભગીરથસિંહ જાડેજા રોજીયા ગામ તા.પડધરી જી.રાજકોટ વાળો નાશી છુટયા હતાક પોલીસે (1) દેશી દારૂૂ લી.650 રૂૂ.1,30,000/- (2) દારૂૂ બનાવવાનો કાચો તથા બળેલો આથો લીટર-5300 રૂૂ. 1,32,500 (3) પ્લાસ્ટીકના બેરલ નંગ-26 રૂૂ. 5200 (4) એક ટ્રેકટર તથા બોગી રૂૂ. 5,05,000 (4) ગેસના બે બાટલા રૂૂ. 2500/- (5) મોબાઇલ ફોન નંગ-02 રૂૂ.10,000/- (5) દેશી દારૂૂ બનાવવા માટેનો સર સામાન રૂૂ.600/- નો મળી કુલ મુદામાલ રૂૂ.7,85,800/-નો કબ્જે કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. પી.જી.પનારા સા.ના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેના સ્ટાફના પો.સબ.ઇન્સ. સી.બી.રાંકજા તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ મોહનભાઇ ચાવડા તથા પો.કોન્સ. રાજદીપસિંહ કે.જાડેજા તથા પો.કોન્સ. ભયપાલસિંહ એમ. જાડેજા તથા પો.કોન્સ.રવિરાજસિંહ પી. જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *