જેતપુરના વેપારી સાથે એજ્યુકેશનની લોનના નામે 10 લાખની ઠગાઈ

રાજકોટની ફાઈનાન્સ કંપનીના લોન એજન્ટ સામે ગુનો નોંધાયો જેતપુરના એક અગ્રણી વેપારી સાથે પુત્રને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલવા માટે એજ્યુકેશન લોન કરાવી આપવાના બહાને…

રાજકોટની ફાઈનાન્સ કંપનીના લોન એજન્ટ સામે ગુનો નોંધાયો

જેતપુરના એક અગ્રણી વેપારી સાથે પુત્રને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલવા માટે એજ્યુકેશન લોન કરાવી આપવાના બહાને રૂૂ.10 લાખ ની માતબર છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જેતપુર સીટી પોલીસ મથકે રાજકોટના એજન્ટ વિરૂૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર આવેલ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને ’હનુમાન ધારા’ ના નામે સિલિકેટનું કારખાનું ચલાવતા 54 વર્ષીય વેપારી દિનેશભાઈ સાર્દુલભાઈ જાદવે આ અંગે જેતપુર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના બે પુત્રો સની (ઉં.વ. 26) અને પીયુષ (ઉં.વ. 20) હાલ કીર્ગીસ્તાન ખાતે એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરી રહ્યા છે. પુત્રોના અભ્યાસના ખર્ચ માટે દિનેશભાઈને રૂૂ.50 લાખની એજ્યુકેશન લોનની જરૂૂરિયાત હતી. આ દરમિયાન તેમના પરિચિત મારફતે રાજકોટ સ્થિત ’એપેક્સ ફ્લાય ક્ધસલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ’ ના લોન એજન્ટ જયદીપભાઈ મહેશભાઈ રામાણી (રહે. 71, ધર્મનંદન બંગ્લો, કામરેજ, સુરત) નો સંપર્ક થયો હતો. મે 2026 માં એજન્ટ જયદીપ રામાણીએ જેતપુર ખાતે વેપારી દિનેશભાઈના ઘરે આવીને લોનની પ્રોસેસ હાથ ધરી હતી. આરોપીએ વેપારીને એવું જણાવ્યું હતું કે રૂૂ.50 લાખની લોન મંજૂર કરાવવા માટે વિદ્યાર્થીના નામે રૂૂ.10 લાખની ફિક્સ ડિપોઝિટ કરાવવી પડશે.

આરોપી રામાણીએ દિનેશભાઈનો વિશ્વાસ કેળવી તેમની એચ.ડી.એફ.સી. બેંક નો રૂૂ.10 લાખ નો સહી કરેલો ચેક મેળવી લીધો હતો. આ ઉપરાંત તેમના પુત્ર પીયુષના કેનેરા બેંકના ખાતાની ચેકબુક, પાંચ કોરા ચેક તથા વિવિધ કોરા કાગળો અને ફોર્મ્સ પર સહીઓ મેળવી લીધી હતી. એજન્ટ જયદીપે જૂન 2026 માં વેપારીની પેઢીનો સ્ટેમ્પ મેળવી બેંકના ચેક મારફતે રૂૂ.10 લાખ પોતાની આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં આરટીજીએસ કરાવી લીધા હતા. વેપારીએ પૂછપરછ કરતાં આરોપીએ બે-ત્રણ દિવસમાં પૈસા પુત્રના ખાતામાં જમા થઈ જશે તેવી ખોટી સાંત્વના આપી હતી. બાદમાં અન્ય એક ’શ્યામ એન્ટરપ્રાઇઝ’ નામના ખાતામાંથી પૈસા જમા કરાવી, તેના આધારે એફ.ડી બનાવી રૂૂ.9 લાખની ઓડી મેળવીને ખાતું પણ બંધ કરાવી દેવાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ભેજાબાજ ભાગી જતાં ભોપાળું છતું થયું, જુલાઈ 2026 માં અન્ય એક શખ્સનો દિનેશભાઈના પુત્ર પર ફોન આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જાણવા મળ્યું કે આરોપી જયદીપ રામાણી લોકો સાથે નાણાકીય ફ્રોડ કરીને ભાગી છૂટ્યો છે. દિનેશભાઈએ બેંકમાં તપાસ કરાવતા તેમની સાથે રૂૂ.10 લાખની છેતરપિંડી થઈ હોવાની અને પોતાની સાથે ગુનાહિત વિશ્વાસઘાત થયો હોવાની ખાતરી થઈ હતી.

આ બનાવ અંગે જેતપુર સીટી પોલીસે દિનેશભાઈ જાદવની ફરિયાદના આધારે સુરતના કામરેજ ખાતે રહેતા આરોપી જયદીપભાઈ મહેશભાઈ રામાણી વિરૂૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલાની વધુ તપાસ જેતપુર સીટી પોલીસ મથકના પીએસઆઈ આર.બી. બલદાણીયા ચલાવી રહ્યા છે. પોલીસ હાલ આરોપીને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *