પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સે સાગરીતો સાથે મળી યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો

ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર માં રહેતા વેપારી યુવાનને પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સ સહિત છ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી પાઇપ વડે હુમલો કરી પગ…

ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર માં રહેતા વેપારી યુવાનને પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સ સહિત છ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી પાઇપ વડે હુમલો કરી પગ ભાંગી નાખતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ, ઘંટેશ્વર 25 વારીયા ક્વાટર નં,1160 ઇશાર્દભાઈ ફિરોજભાઈ કુરેશી(ઉ.વ.33)એ ફરિયાદમાં યાસીન ઇકબાલભાઈ પડીયા, યાસીનની માતા વહીદાબેન ઇકબાલભાઈ, આસિફ ઇકબાલ,કુલદીપ પડીયા, ફરીદ રજાકભાઈ ઘાંચી અને વાહીદ રાજાકભાઈનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇર્ષાદે ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારી પત્ની સીમરનને યાસીન ઇકબાલભાઇ પડીયા સાથે અગાઉ મિત્રતા હોય જે મિત્રતા મારી પત્નીએ છોડી નાખેલ હોય જેથી યાસીન મારી સાથે માથાકુટ કરતો હતો.

તા.24/08ના બપોરના હુ તથા મારી પત્ની સીમરન તથા બાળકો ઘરે હતા તે દરમ્યાન ઘંટેશ્વર 25 વારીયામા રહેતા વહીદાબેન ઇકબાલભાઈ પડીયા તથા તેના બે દીકરા યાસીન તથા આસીફ, કુલદીપ દવે,ફરીદભાઈ રજાકભાઈ ઘાંચી,વાહીદ રજાકભાઇ ઘાંચી અને વાહીદ રજાકભાઈ ઘાંચી એમ બધા પાઇપ તથા લાકડાના ધોકા લઇને મારા ઘરે આવેલ અને વાહીદાબેને મને કહેલ કે તુ કેમ મારા દીકરા યાસીન સાથે માથાકુટ કરે છે. તેમ કહી વહીદાબેન મારા ઘરે પડેલ પાણી ભરવાની રબરની નડી વડે મારી પત્ની સીમરનને હાથે પગે મારવા લાગેલ અને યાસીને પોતાની પાસે રહેલ પાઇપ વડે સીમરનને ડાબા હાથના અંગુઠા પાસે મારેલ અને યાસીને લોખંડના પાઇપ વડે મને હાથે પગે મારવા લાગેલ તથા આસીફે તેની પાસે રહેલ પાઇપથી મને ડાબા પગે મારેલ હતો.

જેથી હુ નીચે પડી ગયેલ તે દરમ્યાન કુલદીપ દવેએ મને ડાબા હાથે કોણીના ભાગે પાઇપ મારેલ અને ફરિદ ઘાંચીએ તથા વાહીદ ઘાંચીએ પણ હાથે પગે ઘોકા વડે મને માર મારેલ અને હુ રાડો પાડતા તે ત્યાથી જતા રહેલ અને મારી પત્ની સીમરને 108 મા ફોન કરતા થોડીવારમા 108 એમ્બ્યુલન્સ આવતા તેમા મને તથા મારી પત્ની સીમરનને સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા લાવેલ મારી સારવાર ચાલુ હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *