ક્રાઇમ
‘ભાઈનો ફોન ન ઉપાડીને તમે મોટી ભૂલ કરી છે…’ પપ્પુ યાદવને લોરેન્સ ગેંગના નામે મળી ધમકી
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીઓ 3 લોકોએ આપી છે, જેમાંથી એકે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. બીજો ધમકીભર્યો ફોન દુબઈથી આવ્યો છે. તે જ સમયે મયંક સિંહ નામના ત્રીજા વ્યક્તિએ ફેસબુક પેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મયંક ઝારખંડની કુખ્યાત અમન સાહુ ગેંગનો સભ્ય છે. પપ્પુ યાદવે આ અંગે ડીજીપીને ફરિયાદ કરી છે. આ અંગે પૂર્ણિયા રેન્જના ડીઆઈજીને પણ જાણ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર અજ્જુ લોરેન્સ નામના વ્યક્તિએ પહેલા પપ્પુ યાદવને વોટ્સએપ પર લોરેન્સ બિશ્નોઈનો ફોટો મોકલ્યો, પછી 9 કોલ કર્યા. જ્યારે પપ્પુ યાદવે કોલ ઉપાડ્યો ન હતો ત્યારે એક વોઈસ મેસેજ મોકલવામાં આવ્યો હતો અને તેને ધમકી આપવામાં આવી હતી કે તે પટના, દિલ્હી કે પૂર્ણિયા જ્યાં પણ હોય, તેણે પોતાનો જીવ ગુમાવવો પડશે. વૉઇસ મેસેજમાં ધમકી આપનાર વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે મેં તમારું ઘણું સન્માન કર્યું, પરંતુ ભાઈનો ફોન ન ઉપાડીને મોટી ભૂલ કરી છે.
ધમકીભર્યા વોઈસ મેસેજમાં એવું સંભળાય છે કે એક વ્યક્તિ કહી રહ્યો છે, ‘ભાઈ ધ્યાનથી સાંભળો… ભાઈએ જે કોલ કર્યો હતો તે જેલના જામરને બંધ ઓફ કરાવીને કરવામાં આવ્યો હતો. પણ તમે ફોન ઉપાડ્યો નહિ. મોટા ભાઈ માન્ય હતાં. પરંતુ લોરેન્સનો કોલ ઉપાડ્યો નહીં. શું તમારી પાસેથી કોઈ માંગણી કરવામાં આવી હતી… કંઈ બોલવામાં આવ્યું હતું… બલ્કે તમારો જીવ બચી ગયો હતો… તમે કેમ ઊલટું કહ્યું… સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવો… અમે નેતાઓ જેવા નથી.
મયંકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે લોરેન્સ ભાઈ વિશે પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ દ્વારા ખોટું નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. તેથી હું પપ્પુ યાદવને કહેવા માંગુ છું કે તેઓ પોતાની મર્યાદામાં રહીને શાંતિથી રાજનીતિ કરે અને ટીઆરપી કમાવવાની જાળમાં ન આવે. નહિંતર આપણે શાંતિથી આરામ કરીશું. હાલમાં જ પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈ વિશે કહ્યું હતું કે જો સરકાર તેમને પરવાનગી આપે તો તેઓ 2 કલાકમાં લોરેન્સ બિશ્નોઈને ખતમ કરી દેશે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
ક્રાઇમ
માધાપરના યુવાનના આપઘાતના ચકચારી પ્રકરણમાં દોઢ વર્ષથી ફરાર મહિલા એડવોકેટની કુકમાથી ધરપકડ
માધાપરના આહીર યુવાનને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના રાજ્યભરમાં ચકચારી બનેલા આ હનીટ્રેપ કેસની દોઢ વર્ષથી નાસતી ફરતી આરોપી વ્યવસાયે વકીલ એવી કોમલ દયારામભાઇ જેઠવાની એલસીબીએ કુકમાથી ધરપકડ કરી લીધી છે, તેને નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાતાં તા. 7-11 સુધી રિમાન્ડ મંજૂર થયા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ આ ચકચારી હનીટ્રેપના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ નાસતા-ફરતા આરોપીઓને તાત્કાલિક પકડવા સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ સૂચના આપતાં એલસીબીના પી.આઇ. એન.એન. ચુડાસમા તથા એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ગોહિલ, હે.કો. મયૂરધ્વજસિંહ જાડેજા તથા મહિલા કોન્સ. વર્ષાબેન ગાગલ તપાસમાં હતા, ત્યારે આરોપી કોમલબેન (રહે. નાની નાગલપર, જેઠવા ફાર્મ તા. અંજાર), કુકમા ગામથી મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી આરોપી કોમલને નખત્રાણાની કોર્ટમાં રજૂ કરાતાં તેના તા. 7-11 સુધી રિમાન્ડ મંજૂર થયા છે. સરકાર તરફે સરકારી વકીલ નીમેશ જે. પૂજારા હાજર રહ્યા હતા.
આ ચકચારી કેસમાં કોમલની ભૂમિકાએ હતી કે, આ હનીટ્રેપનું ષડયંત્ર તેની તથા નેતા સાથીદાર વકીલ આકાશ મકવાણાની સંયુક્ત અંજાર સ્થિત ઓફિસમાં રચાયું હતું. આકાશના ફોન પરથી દિલીપ આહીરને હનીટ્રેપમાં કઇ રીતે ફસાવવાનો છે, તે અંગે વિસ્તૃત સમજ દિવ્યાને કોમલે જ આપી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ આ કેસમાં હજુ બે આરોપી એવા અખલાક પઠાણ (વડોદરા) અને મુખ્ય સૂત્રધાર એવી મનીષા ગોસ્વામીના પતિ ગુજુ ગોસ્વામી હજુયે નાસતા ફરે છે. જેને પકડવાના બાકી છે.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય