Connect with us

આંતરરાષ્ટ્રીય

ભારત શેખ હસીનાને સમર્થન આપશે તો સંબંધો બગડશે!

Published

on

બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનતા જ બીએનપીના નેતા ગાયેશ્ર્વર રાયે રંગ બદલ્યો

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થતાંની સાથે જ કટ્ટરપંથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. શેખ હસીનાની અવામી લીગની મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. તેણે શેખ હસીનાને ભારતમાં કામચલાઉ આશ્રય આપવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે. બીએનપીના વરિષ્ઠ નેતા ગાયેશ્વર રોયે કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે જેથી પરસ્પર સહયોગ થઈ શકે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, 1991માં બાંગ્લાદેશ સરકારમાં બીએનપીના વરિષ્ઠ નેતા અને મંત્રી રહેલા ગાયેશ્વર રાવે પણ કહ્યું હતું કે જો ભારત તેમના દુશ્મન શેખ હસીનાને સમર્થન આપશે તો સારા સંબંધો મુશ્કેલ બની જશે. રોયે કહ્યું, ભારત સરકારે આ મામલાને સમજવો પડશે.


જો ભારત આપણા દુશ્મનનું સમર્થન કરશે તો સહયોગનું સન્માન કરવું મુશ્કેલ બનશે. આપણા ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ છેલ્લી ચૂંટણીઓમાં કહ્યું હતું કે ભારત શેખ હસીનાની સત્તામાં વાપસીને સમર્થન કરશે. આવી સ્થિતિમાં ભારતે શેખ હસીનાની જવાબદારી લીધી. ભારત અને બાંગ્લાદેશના લોકોને એકબીજા સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ શું આખો દેશ છોડીને કોઈ એક પક્ષને ટેકો આપવો જોઈએ?


બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે, એવી છાપ ઉભી કરવામાં આવી છે કે બીએનપી હિંદુ વિરોધી છે. બીએનપી બાંગ્લાદેશના વિવિધ સમુદાયોના લોકોનું બનેલું છે. તેમાં તમામ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. હું પોતે બીએનપીના સૌથી મોટા નિર્ણય લેનાર ફોરમમાં છું. બીએનપી એક રાષ્ટ્રવાદી પાર્ટી છે. તે તમામ સમુદાયોના વ્યક્તિગત અધિકારોની હિમાયત કરે છે.


તેમણે કહ્યું કે, જ્યારે હું 1991માં મંત્રી હતો ત્યારે મેં દુર્ગા પૂજા માટે દાન આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. આ પછી કોઈ સરકાર તેને રોકી શકી નથી અને આજે પણ આ સિસ્ટમ ચાલી રહી છે. અમારી પાર્ટીની સરકારે જ આ કર્યું. આતંકવાદી સંગઠનો દ્વારા ભારત વિરુદ્ધ બાંગ્લાદેશના ઉપયોગ અંગે રોયે કહ્યું કે આ પણ એક અફવા છે. સાચું નથી. ભારતે આઝાદીમાં અમારો સાથ આપ્યો, અમે તેની વિરુદ્ધ ન હોઈ શકીએ.

મુહમ્મદ યુનુસે બનાવી સરકાર, મોદીએ હિંદુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. 84 વર્ષીય યુનુસને રાષ્ટ્રપતિ મહેલ પબંગભવનથ ખાતે એક સમારોહમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પદના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાંગ્લાદેશના નવા વડાને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષાની પણ વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી સંભાળવા પર મારી શુભકામનાઓ. અમે આશા રાખીએ છીએ કે હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરીને ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત થશે. ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બંને દેશોના લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે બાંગ્લાદેશ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આંતરરાષ્ટ્રીય

નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમ્યાન ઇઝરાયલીઓ પર હુમલા, 12 ઘવાયા

Published

on

By

નેધર્લેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં ગુરુવારે રાત્રે ઈઝરાયેલના સમર્થકો પર થયેલા હુમલામાં આશરે એક ડઝન લોગો ઈજાગ્રસ્ત થયા છે. આ પૈકી પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો એક ફુટબોલ મેચ સમયે શરૂૂ થયો હતો, જે સ્ટેડિયમની બહાર પણ જારી રહ્યો હતો.


યુરોપ લીગની આ મેચ અષફડ્ઢ અને ખફભભફબશ ઝયહ અદશદ ટીમો વચ્ચે હતી. સમગ્ર મેચ દરમિયાન ખૂબ જ ઘોંઘાટ અને લડાઈ જોવા મળી હતી. પોલીસે 62 હુમલાખોરોની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે એમ્સ્ટરડેમમાં ભારે પોલીસ તૈનાત હોવા છતાં ઇઝરાયેલ ટીમના સમર્થકો પર ઘણી જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસે ઈઝરાયેલ સમર્થકોને બચાવ્યા અને તેમની હોટલોમાં લઈ ગયા હતા. આ હુમલાઓમાં ઈઝરાયેલના અનેક નાગરિકો ઘાયલ થયા છે.


મેયરે મેચ પહેલા ફૂટબોલ સ્ટેડિયમ નજીક પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રસ્તાવિત પ્રદર્શનની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યા બાદ હુમલા થયા હતા. મેચ દરમિયાન પેલેસ્ટાઈન સમર્થકોએ વિસ્તારમાં સરઘસ કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ પોલીસે તણાવ વધવાના ડરથી લોકોને આગળ વધવા દીધા ન હતા. આગેવાનોએ હુમલાની નિંદા કરી હતી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના કવેટા રેલવે સ્ટેશને બોમ્બ વિસ્ફોટ, 25 લોકોનાં મોત, 30 ઘવાયા

Published

on

By

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે.આ સિવાય અહીં અલગતાવાદી બળવો પણ વધી રહ્યો છે.


વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ઓપરેશન્સ) મુહમ્મદ બલોચે જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. આ દરમિયાન ઘાયલોની સારવાર માટે વધારાના ડોકટરો અને સહાયક સ્ટાફને બોલાવવામાં આવ્યા છે.


ન્યૂઝ અહેવાલ દર્શાવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે. વિસ્ફોટનું સ્વરૂૂપ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, બચાવ સેવાના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

બિટકોઇનમાં સતત તેજીથી $76951નો નવો હાઇ

Published

on

By

ટૂંક સમયમાં 1 લાખ ડોલરને પાર થવાની શકયતા

અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસીક જીતને પગલે બીટ કોઈનમાં નવી તેજી સર્જાઈ છે અને કિંમત નવી-નવી રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચવા લાગી છે. બિટકોઈનની કિંમત હવે $76951 ના નવા સ્તરે પહોંચી છે. ઉતાર-ચઢાવ વચ્ચે તેનુ મુલ્ય ટુંકા ગાળામાં એક લાખ ડોલરને પાર થઈ જવાનું અનુમાન નિષ્ણાંતો દર્શાવી રહ્યા છે.


બિટકોઈનની તેજી પાછળનૂું મુખ્ય કારણ અમેરિકન ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતનું છે તેઓએ ગોલ્ડ રીઝર્વની જેમ ક્રિપ્ટો કરન્સીનો વ્યુહાત્મક ભંડાર બનાવવાનું પ્રચાર દરમ્યાન જાહેર કર્યું હતું.


અમેરિકામાં બાઈડન સરકારે ઓપરેશન ચોકપોઈન્ટ ઉપરાંત ક્રિપ્ટો કંપનીઓ સામે વ્યવહાર કરનારી બેંકો પર કેસ કર્યા હતા તેને કારણે ક્રિપ્ટો ઉદ્યોગ ભયભીત બન્યો હતો અને મનોબળ નબળુ પડયુ હતું.


ટ્રમ્પે પ્રચાર દરમ્યાન ક્રિપ્ટોને પ્રોત્સાહન આપવા તથા તે માટેની નીતિ ઘડવાનું વચન આપ્યું હતું અને હવે તેઓ વિજેતા બનતા તેજી થઈ છે. આ સિવાય અમેરિકામાં ચાર વર્ષે વ્યાજદર ઘટાડાની સાયકલ શરૂૂ થઈ છે.ફેડરલ રીઝર્વે ઉપરાઉપરી બે વખત વ્યાજદરમાં કુલ 0.75 ટકાનો ઘટાડો કર્યો છે.

Continue Reading
ગુજરાત6 hours ago

અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર બસની બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત, 20થી વધુ મુસાફર ઘાયલ

આંતરરાષ્ટ્રીય7 hours ago

નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમ્યાન ઇઝરાયલીઓ પર હુમલા, 12 ઘવાયા

રાષ્ટ્રીય7 hours ago

4 વર્ષથી મોટા બાળકો માટે હેલ્મેટ ફરજિયાત

ગુજરાત7 hours ago

સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે અસંસ્કારી ભાષાનો પ્રયોગ, મર્દ-નામર્દ સુધીના મેણાંટોણાં

આંતરરાષ્ટ્રીય7 hours ago

પાકિસ્તાનના કવેટા રેલવે સ્ટેશને બોમ્બ વિસ્ફોટ, 25 લોકોનાં મોત, 30 ઘવાયા

ગુજરાત7 hours ago

માનેલા ભાઇએ આઠ વર્ષના ભાણેજને ઘરમાં બોલાવી આચર્યુ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

ગુજરાત7 hours ago

કલ્પક સહિત 7 ઉમેદવારો ઉપર જોખમ, સહકાર જૂથના વાંધા-વચકા

રાષ્ટ્રીય7 hours ago

નાગા વિદ્રોહી સંગઠનની યુદ્ધ વિરામ ખતમ કરવાની ધમકી

રાષ્ટ્રીય7 hours ago

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી કૃષ્ણ મંદિરોમાં દર્શન નહીં

ગુજરાત7 hours ago

સ્વામિ. ભગવાને શિક્ષાપત્રીમાં જીવન લક્ષ્યને સુદ્દઢ બનાવવાની સમજ આપી છે: ટી.વી. સ્વામી

ગુજરાત1 day ago

જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ

રાષ્ટ્રીય2 days ago

શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો

ગુજરાત1 day ago

જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ

ગુજરાત1 day ago

મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત

ગુજરાત1 day ago

ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત

ક્રાઇમ1 day ago

તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી

ગુજરાત1 day ago

મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી

રાષ્ટ્રીય1 day ago

ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો

રાષ્ટ્રીય1 day ago

કણ કણમાં વસ્યા છે ભગવાન રામ,જાણો આ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ વિષે

આંતરરાષ્ટ્રીય1 day ago

વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાર તરીકે સુઝાન વિલ્સની નિમણૂંક

Trending