Connect with us

ગુજરાત

રાજકોટના 14 સહિત રાજ્યના 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ, પી.આઈ.ની થશે નિમણૂક

Published

on

પીએસઆઈની 300 અને એએસઆઈની 384 જગ્યા મંજૂર કરાઈ

રાજકોટ શહેરમાં 30 અને ગ્રામ્યમાં 10 નવા પીએસઆઈની ટૂંક સમયમાં નિમણૂક


ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાને લઈ ગુજરાત પોલીસનું મહેકમ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાઓના મુદ્દાઓની કામગીરી અને તપાસ સંચાલક માટે પોલીસ મહેકમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે (SHODH) Strengthening of Human Resources for Operations, Detection and Hndling of Law & Order Issuesયોજના અંતર્ગત વર્ષ 2024-25નાં બજેટમાં ગુજરાત પોલીસનું સંખ્યાબળ વધારવા માટે માંગેલી મંજુરી ઉપર મ્હોર લાગી છે. જેના કારણે હવે ગુજરાતભરમાં પોલીસ ખાતામાં વધુ મહેકમની ભરતી કરવામાં આવશે. જેમાં રાજકોટના 18 સહિત ગુજરાતભરનાં 200 જેટલા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી આ પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખાલી પડેલી 300 બિન હથિયારી પીએસઆઈ તેમજ 280 એએસઆઈ અને 94 હથિયારી એએસઆઈની ભરતી કરવામાં આવશે. આમ ગુજરાતમાં કુલ 894 હંગામી જગ્યાઓ ઉભી કરવામાં આવશે જેના માટે રૂા.69.08 કરોડની રકમની વહીવટી મંજુરી ગૃહ વિભાગનાં ઠરાવ બાદ આપવામાં આવી છે.


આગામી ટૂંક સમયમાં જ ગૃહવિભાગ દ્વારા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પીઆઈની નિમણૂંક આપવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શાપર વેરાવળ, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગર, મેટોડા, ધોરાજી તાલુકા, જેતપુર તાલુકા, પડધરી, કોટડાસાંગાણી, લોધિકા, ભાયાવદર, જામકંડોરણા અને વિરપુર તેમજ પાટણવાવ પોલીસ મથકમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગરના -11, મોરબીના-3, જામનગરના 8, દેવભૂમિ દ્વારકાના 2, જૂનાગઢના 7, ગીર સોમનાથના 4, પોરબંદરના 3, અમરેલીના 6, ભાવનગરના 8 અને બોટાદના 2 પોલીસ મથકને પીઆઈ કક્ષાના અપગ્રેડ કરી ત્યાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે.


ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લાઓમાં ખાલી પડેલી પીએસઆઈની 300 જગ્યા ઉપર ટૂંક સમયમાં જ પીએસઆઈની નિમણૂંક થશે જેમાં રાજકોટ સીટીમાં 30, રાજકોટ ગ્રામ્યમાં 10, સુરેન્દ્રનગરમાં 8, મોરબીમાં 5, જામનગરમાં 5, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગડ 16, પોરબંદર 6, ગીર સોમનાથ 1 અને અમરેલીમાં 11 પીએસઆઈની નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત નવા 200 બિનહથિયારી એએસઆઈને ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં ફાળવવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં રાજકોટ શહેરમાં 12, રાજકોટ ગ્રામ્યમાં 9, મોરબી 3, જૂનાગઢ 3, પોરબંદર 5, અમરેલી 7, ભાવનગર 13 બિનહથિયારી એએસઆઈ મુકવામાં આવશે. તેમજ 94 હથિયારી એએસઆઈની પણ નિમણૂંક થશે જેમાં રાજકોટ સિટીમાં 25 હથિયારી એએસઆઈની ફાળવણી કરવામાં આવશે. 280 બિનહથિયારી એએસઆઈ પૈકી હેડ કોન્સ્ટેબલ કક્ષાના 208 આઉટ પોસ્ટને એએસઆઈની પોસ્ટમાં અપગ્રેડ કરી 208 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે.

જેમાં કુલ 32 બિન હથિયારી એએસઆઈને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર કમિશ્નર રેટમાં ફાળવણી કરવામાં આવશે. 208 જેટલી હેડ કોન્સ્ટેબલ કક્ષાની આઉટ પોસ્ટને એએસઆઈ કક્ષાની આઉટ પોસ્ટમાં અપગ્રેડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ 9 આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક થશે. જેમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર, જામકંડોરણામાં વાવડી અને ચિત્રાવડ, આટકોટના મોટા દડવા અને સાણંથલી, જસદણના ભડલી, ભાયાવદરના ઢાંક, સુલતાનપુરના વાસાવડ, કોટડાસાંગાણીના રામોદ આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક કરવામાં આવશે.

ગુજરાત

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

Published

on

By

રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી

રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.


ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.


રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.


આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.


36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.


કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.


મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.

છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.


છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય16 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય16 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય16 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય16 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય16 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending