ગોંડલના મોવિયામાં 8 લાખની ચોરીમાં ઘાંટવડિયા ગેંગના 3 સભ્યોની ધરપકડ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી…

ગોંડલ તાલુકાના મોવિયા ગામે બનેલી રૂૂ. 8 લાખની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી ઘાંટવડીયા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. ભાઈના લગ્નનો ખર્ચ કાઢવાના ચોરી કરનાર ’ઘાંટવડીયા ગેંગ’ના ત્રણ પાસેથી રૂૂ. 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીની રકમ માંથી લગ્ન માટે રૂૂ.2.25 લાખનો ખર્ચ કરી નાખ્યો હતો.
મોવિયા ગામે સુરેશ હીરપરાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના નાનેશ માવીના વાડી સ્થિત મકાનમાંથી પાંચ દિવસ પહેલાં આઠ લાખ રૂૂપિયાથી વધુની મત્તાની ચોરી થઈ હતી.

એલસીબી પીઆઈ જે.પી.રાવ અને પીએસઆઈ એચ.સી.ગોહિલ તેમજ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા ની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે ચોરીમાં સંડોવાયેલ ’ઘાંટવડીયા ગેંગ’ના લખન વિજય રાઠોડ, તેની પત્ની નિશા અને ભાઈ ચેતન (રહે. ઘાંટવડ, તા. કોડીનાર)ની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી મુખ્યત્વે સીમ અને વાડી વિસ્તારમાં આવેલા મકાનોને દિવસ દરમિયાન લક્ષ્ય બનાવતી હતી. ચોરી કરવા માટે ’ઘાંટવડીયા ગેંગ’ના સભ્યો ગોંડલ પાસે આવેલા ગુંડાણા ગામ નજીક છેલ્લા 15-20 દિવસથી ઝૂંપડા બાંધીને રહેતા હતા.

દિવસ દરમિયાન ભિક્ષાવૃત્તિ અને મજૂરીના બહાને આસપાસના વિસ્તારમાં આંટાફેરા મારી રેકી કરતા હતા. ત્યારબાદ ગુંડાણાથી વાહનમાં મોવિયા સુધી પહોંચી, ત્યાંથી પગપાળા જઈ ચોરીના બનાવને અંજામ આપતા હતા. ચોરી કર્યા બાદ તેઓ તાત્કાલિક ઝૂંપડા હટાવી રવાના થઈ જતા હતા.

પોલીસની આકરી પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપી લખનના નાના ભાઈ શંકરના લગ્ન નક્કી થયા હતા અને લગ્નનો ખર્ચ કાઢવા માટે પૈસાની જરૂૂર હોવાથી તેમણે આ ચોરીનું આયોજન કર્યું હતું. ચોરીમાં મોટી રકમ હાથમાં આવતા જ તેમણે ક્ધયા પક્ષ પર દબાણ લાવી, કોઈ શુભ મુહૂર્ત જોયા વગર જ તાત્કાલિક લગ્ન યોજી નાખ્યા હતા. આ ચોરીના નાણાંમાંથી ડીજે, દહેજ અને ભવ્ય જમણવાર પાછળ અંદાજે રૂૂ. 2.25 લાખ રૂૂપિયા જેવી રકમ ધૂમધામથી ખર્ચી નાખી હતી. લગ્ન સંપન્ન થયાના તુરંત બાદ જ પોલીસની ટીમે તેમને દબોચી લીધા હતા.

’ઘાંટવડીયા ગેંગ’તરીકે ઓળખાતી આ ટોળકીમાં હાલ ભુજ ખાતે રહેતા રૂૂપસંગ રાઠોડ નામના શખ્સની સંડોવણી પણ ખૂલી છે, જે હાલ ભાગી છૂટ્યો હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી એલસીબીએ ચાંદીના તમામ ચોરાયેલા દાગીના કબ્જે કર્યા છે, જ્યારે 3 લાખની રોકડ રકમમાંથી માત્ર 20 હજાર રૂૂપિયા જ રોકડા કબ્જે થઈ શક્યા છે. બાકીના સવા બે લાખ રૂૂપિયા લગ્નમાં ખર્ચાઈ ગયા હોય, પોલીસે તે રકમ કબ્જે કરવા માટેની કાયદાકીય તજવીજ અને આગળની તપાસ ચાલુ રાખી છે.રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલસીબી પીઆઈ જે.પી.રાવ અને પીએસઆઈ એચ.સી.ગોહિલ તેમજ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *