શાપરમાં 3 વર્ષના માસૂમને સ્કૂલ બસના ચાલકે કચડી નાખ્યો

શાપરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પોતાના ઘરે રમતો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કૂલ બસના ચાલકે ત્રણ વર્ષના બાળકને ઠોકરે…

શાપરમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો માસુમ બાળક સંધ્યા ટાણે પોતાના ઘરે રમતો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી સ્કૂલ બસના ચાલકે ત્રણ વર્ષના બાળકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમનું મોત નીપજતા પરિવારમાં કરૂણ કલ્યાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલા ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતા પરિવારનો મહેન્દ્ર માનસિંગ જાદવ નામનો ત્રણ વર્ષનો માસુમ બાળક સાંજના છયેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે અજાણયા બસ ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઘવાયેલા માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા તેની સારવાર કારગત નીવડે તે પૂર્વ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની અને મૃતક બાળક બે ભાઇ એક બહેનમાં વચેટ હતો. ઘર પાસે રમતો હતો. ત્યારે જ્ઞાનદિપ સ્કૂલની બસના ચાલકે માસુમ બાળકને કચડી નાખ્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *