સુત્રાપાડાના વડોદરા ઝાલા ગ્રામ પંચાયતના સ્વ.ભંડોળમાં 4.12 લાખની ગેરરીતિનો આક્ષેપ

વડોદરા ઝાલાના રહેવાસી બહાદુરસિંહ મુળજીભાઈ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે. અરજી મુજબ ગ્રામ પંચાયતે વર્ષ 2022 અને 2025 દરમિયાન…

વડોદરા ઝાલાના રહેવાસી બહાદુરસિંહ મુળજીભાઈ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે. અરજી મુજબ ગ્રામ પંચાયતે વર્ષ 2022 અને 2025 દરમિયાન સ્વભંડોળમાંથી વિવિધ વિકાસ કામો માટે મંજૂરી મેળવી હતી. અંદાજે ₹4.12 લાખના ખર્ચ સામે દર્શાવાયેલા કેટલાક કામો સ્થળ પર થયા જ નથી અને માત્ર કાગળ પર બતાવી નાણાં ઉપાડી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદારનો દાવો છે કે RTI હેઠળ મેળવેલી માહિતીમાં મંજૂરીના આદેશો, સ્વભંડોળના રજીસ્ટર અને કામોના સ્થળમાં વિસંગતતા જોવા મળી છે. કેટલાક કામોના લોકેશન મંજૂરીના આદેશ અને રજીસ્ટરમાં અલગ-અલગ દર્શાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે કેટલાક કામો માટે જરૂૂરી એસ્ટિમેટ (Estimate) અને ટેકનિકલ મંજૂરી (TS) ઉપલબ્ધ નથી. PWD હસ્તકના રોડ માટે પણ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચની મંજૂરી આપવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આ ઉપરાંત તાલુકા પંચાયતના આઉટસોર્સ કર્મચારી વાય.આર. ચાવડાની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજૂરીના દસ્તાવેજોની ઓફિસ કોપી પર તેમની સહી હોવાને આધારે તેમની ભૂમિકાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *