ભચાઉ પોલીસ સ્ટેશનના ASIનું હાર્ટએટેકથી મૃત્યુ

ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સુભાષ રાજગોરનું હાર્ટ એટેક કારણે મોત થયું હતું. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 51 વર્ષીય ASI સુભાષચંદ્ર…

ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સુભાષ રાજગોરનું હાર્ટ એટેક કારણે મોત થયું હતું. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 51 વર્ષીય ASI સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાથી દુ:ખદ અવસાન થયું હતું.

તેમના વતન ભચાઉ તાલુકાના શિવલખા ગામે પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સાથી પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમના નિધનથી સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી તેઓ બીમાર હતા. જે બાદ તેમનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *