શહેરના જંગલેશ્વર વિસ્તારમાં તબક્કલ ચોકમાં રહેતા યુવાને રિસ્કી દિકુડો 307 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ શખસે પોતાની આઈડી પર મુસ્લિમ ધર્મના સ્થાપક મહમદ પયગંબર અને મુસ્લિમ ધર્મગુરુઓ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધાર્મિક લાગણી દુભાઇ અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ થાય તેવું કૃત્ય આચર્યું છે. જે અંગે યુવાનની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ધાર્મિક લાગણી દુભાવનારૂૂ કુત્ય આચનાર શખસ નામચીન પ્રીતેશ ઉર્ફે દીકુડો હોવાનું માલુમ પડયું છે. છરી વડે હુમલાના બનાવમાં માલવિયાનગર પોલીસે તેને સકંજામાં લીધો છે. બાદમાં ભકિતનગર પોલીસ તેને કબજો લેશે.
જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્વરમાં શેરી નંબર 29 તવક્કલ ચોકમાં રહેતા નવાઝ સિદ્દીકભાઈ હેરંજા(ઉ.વ.30) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી આઈ આઈ રિસ્કી દિકુડો 307 આઇઆઇના આઈડી ધારકનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શ્રમ શ્રદ્ધા ચોક ખાતે પાનની દુકાન ધરાવે છે.
ગઇ તા. 25/5 ના રાત્રીના બારેક વાગ્યા આસપાસ તે મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ જોતો હતો. ત્યારે તેના મિત્ર મોહસીન એ તેના ઇન્સ્ટા આઈડી રિસ્કીમિયા 515 માં મેસેજ આવેલ. જેમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયોનો મેસેજ હોય જે મેસેજવાળો વીડિયો જોતા રિસ્કી દિકુડો 307 નામના આઈડી પરથી લાઈવ કરેલ હોય જેમાં પયંગબર સાહેબ અને મુસ્લિમ ધર્મના વડા તથા સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તે રીતે વીડિયોમાં અભદ્ર ભાષા બોલતો હોય અને મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તે રીતે શબ્દો બોલ્યા હતા તેમજ જુદી-જુદી કોમના વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આશયથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી તેની લાગણીઓ દુબઈ તેવા ઈરાદાથી આ શખસે પોતાના ઇન્સ્ટા આઈડીમાં લાઇવ વિડિયો કરેલ હોય જેથી આ અંગે યુવાને ફરિયાદ નોંધાવી જે ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડીધારક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ધાર્મિક લાગણી દુભાઇ તે પ્રકારના શબ્દો ઉચ્ચારના આ આઇડી ધારક કુખ્યાત પ્રતિશે ઉર્ફે દીકુડો ગોચેટા હોવાનું માલુમ પડયું છે. મવડી વિસ્તારમાં મહિરાજ હોટલે યુવાનને છરીના ઘા ઝીંકી દેવાના ગુનામાં માલવિયાનગર પોલીસે તેને સંકજામાં લીધો છે. બાદમાં ભકિતનગર પોલીસે તેની ધરપકડ કરશે.
