જૂનાગઢના રબારી નેસમાં સિંહબાળની હત્યા કરનાર શખ્સ 15 દિવસ જેલમાં ધકેલાયો

ગત તા. 24 જૂનના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવતા રબારી નેસ વિસ્તારમાં એક અતિ દુ:ખદ ઘટના સામે આવી હતી, જેમાં આશરે…

ગત તા. 24 જૂનના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવતા રબારી નેસ વિસ્તારમાં એક અતિ દુ:ખદ ઘટના સામે આવી હતી, જેમાં આશરે 7 થી 8 માસની ઉંમરના એક નર સિંહબાળનું મૃત્યુ થયું હતું. આ વન્યજીવ અપરાધ અંગે વન વિભાગ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાવન પુનાભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીના રિમાન્ડ મંજૂર થતાં વન વિભાગે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાનો કડક હુકમ કર્યો છે. વિભાગ દ્વારા વૈજ્ઞાનિક અને અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘટનાસ્થળ તેમજ આરોપી પાસેથી મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.આ ઉપલબ્ધ પુરાવાઓના આધારે જ કોર્ટમાં કાયદેસરની કાર્યવાહીને આગળ વધારવામાં આવી રહી છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વન્યજીવો વિરુદ્ધ થતા કોઈપણ ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *