ભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાલે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ…

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાલે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને રઝળતું મૂકી ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સવારના સમયે સ્થાનિક રહિશોની નજર ત્યજી દેવાયેલા નવજાત શિશુ પર પડતા તેમણે તાત્કાલિક મેડિકલ ટીમને જાણ કરી હતી. જાણ મળતા જ મેડિકલ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બાળકને પોતાના કબજામાં લઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂૂ કરી છે. નવજાત શિશુને આ રીતે ત્યજી જનાર અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ઓળખ મેળવવા તેમજ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ધોળા દિવસે બનેલી આ અમાનવીય ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિકોમાં નવજાત શિશુ પ્રત્યે સંવેદના વ્યક્ત થઈ રહી છે, જ્યારે બાળકને આ રીતે ત્યજી દેનાર માતા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *