ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ 19 ગોલ કર્યા છે
ફુટબોલ વિશ્વકપ 2026ના ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં આર્જેન્ટીનાના મહાન કેપ્ટન લિયોનેલ મેસ્સીએ વધુ એક કમાલ કર્યો છે. જોર્ડન વિરુદ્ધ રમાયેલી મેચમાં ગોલ કરતા મેસ્સીએ એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આ મેચમાં આર્જેન્ટીનાએ 3-1થી જીત મેળવી હતી. મેચમાં આર્જેન્ટીના પહેલાથી જ ગ્રુપ-જે (ઉં) નું વિજેતા નક્કી થઈ ગયું હતું. તેથી મેસ્સીને શરૂૂઆતી ઈલેવનમાં જગ્યા મળી નહોતી.
મેસ્સી 60મી મિનિટે મેદાનમાં ઉતર્યો અને તેણે ઈતિહાસ રચી દીધો હતો. લિયોનેલ મેસ્સીએ મેચની 80મી મિનિટમાં ફ્રી-કિક દ્વારા ગોલ કર્યો હતો. આ સાથે તે વિશ્વકપના ઈતિહાસમાં સતત સાત મેચમાં ગોલ કરનાર દુનિયાનો પ્રથમ ફુટબોલર બની ગયો છે. લિયોનેલ મેસ્સીએ ફુટબોલ વિશ્વકપ 2026ની ત્રણેય ગ્રુપ મેચમાં ગોલ કર્યાં. આ પહેલા 2022 વિશ્વકપના ગ્રુપ-16, ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલમાં પણ ગોલ કર્યો હતો. ફીફા વિશ્વકપના ઈતિહાસમાં લિયોનેલ મેસ્સીએ અત્યાર સુધી 19 ગોલ કર્યાં છે, જે સૌથી વધુ છે. તો વર્તમાન વિશ્વકપમાં તે 6 ગોલ કરી સૌથી આગળ ચાલી રહ્યો છે.
