રામ મંદિર દાન ચોરી કેસમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. તપાસના ભાગ રૂૂપે, પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે.પોલીસ અનિલ મિશ્રા અને ટ્રસ્ટના અન્ય અધિકારીઓના નિવેદનો પણ નોંધશે. નોંધનીય છે કે ચંપત રાયે તાજેતરમાં રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય અને ધાર્મિક નિવેદનબાજી વચ્ચે, ટ્રસ્ટે બે દિવસ પહેલા એક પ્રેસ રિલીઝ દ્વારા ચંપત રાયના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર ટ્રસ્ટ દાન અને પ્રસાદ અંગેની કથિત ગેરરીતિઓથી પહેલાથી જ વાકેફ હતું, અને પોલીસે ઔપચારિક ફરિયાદ નોંધાય તે પહેલાં જ પ્રાથમિક કાર્યવાહી શરૂૂ કરી દીધી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામ શંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામાશંકર (ઉર્ફે ટીનુ યાદવ)નો સમાવેશ થાય છે. દરમિયાન, અયોધ્યાના બાર એસોસીએશને દાનચોરીના કોઇપણ આરોપીનો કેસ નહીં લડવા નિર્ણય કર્યો છે.
