રાજુલા પંથકમાં સિંહ દ્વારા વધુ એક માનવ શિકારનો પ્રયાસ

અમરેલી પંથકમાં સાવજો દ્વારા એક પછી એક લોકોના શિકારની ઘટના સામે આવી રહી છે તેની વચ્ચે રાત્રિના સમયે રાજુલાના વડની સીમમાં એક સિંહ દ્વારા મહિલાના…

અમરેલી પંથકમાં સાવજો દ્વારા એક પછી એક લોકોના શિકારની ઘટના સામે આવી રહી છે તેની વચ્ચે રાત્રિના સમયે રાજુલાના વડની સીમમાં એક સિંહ દ્વારા મહિલાના શિકારનો પ્રયાસ કરાતા તેને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાત્રે 9 વાગ્યાના સુમારે રાજુલા તાલુકાના વડગામની સીમમાં બની હતી. જ્યાં ભાગીયું વાડી રાખી અને કામ કરતા મજૂર પરિવારના કોમલબેન માવજીભાઈ સોલંકી (ઉં. વ. 50 ) નામની મહિલા પર અચાનક ધસી આવેલા એક સિંહને હુમલો કર્યો હતો.

બાળકો સહિત આ પરિવાર વાડીમાં એક સાથે બેઠો હતો ત્યારે અચાનક એક સિંહ ધસી આવ્યો હતો અને સીધો જ કોમલબેન પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમને પગમાં ઈજા પહોંચતી હતી. જો કે આખો પરિવાર સાથે હોય રાડારાડ કરતા સિંહ શિકાર કર્યા વગર નાસી ગયો હતો. સામાન્ય રીતે સિંહની પજવણી થઈ હોય કે અચાનક આમને સામને કોઈ આવી જાય તેવા સંજોગોમાં સિંહ દ્વારા માણસ પર હુમલો થાય તેવું અવારનવાર બને છે. પરંતુ આજના કિસ્સામાં સિંહને આવી કોઈ પરેશાની કરવામાં આવી ન હતી. છતાં સિંહે માત્ર શિકારના ઉદ્દેશથી હુમલો કર્યો હોય અને તાજેતરના ઇતિહાસમાં સિંહ બાળકો અને યુવાનોને ખાઈ ગયો હોવાની ઘટનાઓ પણ બની હોય વના તંત્રએ આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૂૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *