પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતા (સમયસર દોડવાની ક્ષમતા) માં સુધારો કરવા માટે ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલવેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 79453/79444 વાંકાનેરમોરબીવાંકાનેર ડેમુ ટ્રેનોના સમયપત્રકમાં 10.07.2026 થી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલવેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.07.2026 થી વાંકાનેર સ્ટેશન પર 13.43 કલાકે પહોંચવાને બદલે 13.48 કલાકે પહોંચશે જ્યારે ટ્રેન નંબર 79453 વાંકાનેરમોરબી ડેમુ 10.07.2026 થી વાંકાનેર સ્ટેશનથી 12.10 કલાકે ઊપડવાને બદલે 12.00 કલાકે પ્રસ્થાન કરશે, મકનસર સ્ટેશન પર 12.29 કલાકે પહોંચવાને બદલે 12.19 કલાકે પહોંચશે, રફાળેશ્વર સ્ટેશન પર 12.34 કલાકે પહોંચવાને બદલે 12.24 કલાકે પહોંચશે, નઝરબાગ સ્ટેશન પર 12.43 કલાકે પહોંચવાને બદલે 12.33 કલાકે પહોંચશે તેમજ મોરબી સ્ટેશન પર 12.55 કલાકે પહોંચવાને બદલે 12.45 કલાકે પહોંચશે અને ટ્રેન નંબર 79444 મોરબીવાંકાનેર ડેમુ 10.07.2026 થી મોરબી સ્ટેશનથી 13.05 કલાકે ઊપડવાને બદલે 12.55 કલાકે પ્રસ્થાન કરશે, નઝરબાગ સ્ટેશન પર 13.09 કલાકે પહોંચવાને બદલે 12.59 કલાકે પહોંચશે, રફાળેશ્વર સ્ટેશન પર 13.18 કલાકે પહોંચવાને બદલે 13.08 કલાકે પહોંચશે, મકનસર સ્ટેશન પર 13.24 કલાકે પહોંચવાને બદલે 13.14 કલાકે પહોંચશે તેમજ વાંકાનેર સ્ટેશન પર 13.50 કલાકે પહોંચવાને બદલે 13.40 કલાકે પહોંચશે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરી શરૂૂ કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.
ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટીના સમયપત્રકમાં 10 જુલાઈથી ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતા (સમયસર દોડવાની ક્ષમતા) માં સુધારો કરવા માટે ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલવેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નંબર 79453/79444 વાંકાનેરમોરબીવાંકાનેર ડેમુ…
