અમરેલીમાં ઘઉં અને ચોખાનો 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

હજુ ગઈકાલે વડીયામાં અનાજનો શંકાસ્પદ જતો ઝડપાયાની ઘટના તાજી છે ત્યાં આજે અમરેલીમાં પોલીસ છે ઘઉં અને ચોખા સહિત 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો…

હજુ ગઈકાલે વડીયામાં અનાજનો શંકાસ્પદ જતો ઝડપાયાની ઘટના તાજી છે ત્યાં આજે અમરેલીમાં પોલીસ છે ઘઉં અને ચોખા સહિત 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો છે.

અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમીયાન લીલાનગર વિસ્તારમાંથી બે રીક્ષામાં રાખેલ બીલ આધાર પુરાવા વગરના ઘઉં ચોખા અનાજ સાથે બે ઇસમોને પકડી પાડી પાડવામાં આવ્યા હતા. તેમની સામે બી.એન.એસ.એસ. મુજબ ધોરણસર કાર્યવાહી શરૂૂ કરાઈ. છે.

પોલીસે મનોજભાઇ ધીરૂૂભાઈ સોલંકી (ઉ.વ.26) રહે. લીલાનગર તથા નિતીનભાઇ હકાભાઇ સોલંકી (ઉ. વ.22) રહે. લીલાનગરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે બે રીક્ષા ઉપરાંત 350 કિલો ઘઉં અને 1350 કિલો ચોખાનો જથ્થો મળી કુલ રૂૂપિયા 3.32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ કામગીરી ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલા તથા અમરેલી સીટી સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવી હતી. ગઈકાલે વડીયામાંથી પણ મામલતદારે આ જ રીતે અનાજનો શંકાસ્પદ જથ્થો પકડી સીઝ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *