સોમનાથ દર્શને જતાં ધોરાજીના વાદોદર ગામના યુવકનું બાઈક સાઈકલ સાથે અથડાતાં મોત

ધોરાજીના વાદોદર ગામે રહેતો યુવાન ત્રણ મિત્રો સાથે બાઈક લઈ સોમનાથ દર્શન કરવા જતો હતો ત્યારે વેરાવળ પાસે પહોંચતાં યુવકનું બાઈક સાયકલ સાથે અથડાયું હતું.…

ધોરાજીના વાદોદર ગામે રહેતો યુવાન ત્રણ મિત્રો સાથે બાઈક લઈ સોમનાથ દર્શન કરવા જતો હતો ત્યારે વેરાવળ પાસે પહોંચતાં યુવકનું બાઈક સાયકલ સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે સાયકલ ચાલકને ઈજા પહોંચી હતી. બાઈક ચાલકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના વાદોદર ગામે રહેતાં મહેબુબ હબીબભાઈ સુમરા (ઉ.20) પોતાનું બાઈક લઈ સોમનાથ દર્શન કરવા જતો હતો ત્યારે વેરાવળ નજીક મહેબુબ સુમરાનું બાઈક સાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા મહેબુબ સુમરાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક મહેબુબ સુમરા તેના માતાનો આધારસ્થંભ એકનો એક પુત્ર હતો અને અપરિણીત હતો. મહેબુબ સુમરા સહિત ત્રણ મિત્રો બે બાઈક લઈ સોમનાથ દર્શને જતાં હતાં ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં કોટડાસાંગાણીના નારણકા ગામે પિયુષ મહેશભાઈ પુરોહિત (ઉ.28) અને વાંકાનેરના કાનપર ગામે દિલીપ લક્ષ્મણભાઈ ગોગીયા (ઉ.21)એ કોઈ અગમ્ય કારણોસર પોતપોતાના ગામમાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર બન્ને યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *