ભાણવડમાં મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલવા સબબ મહિલાઓ સહિત છ સામે ફરિયાદ

ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા નજમાબેન જુમાભાઈ હિંગોરા નામના 40 વર્ષના મુસ્લિમ મહિલાએ વર્ષ 2023 ના સમયગાળામાં આરોપી વેજા દેવાભાઈ કારાવદરા પાસેથી કટકે કટકે રૂૂપિયા…

ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા નજમાબેન જુમાભાઈ હિંગોરા નામના 40 વર્ષના મુસ્લિમ મહિલાએ વર્ષ 2023 ના સમયગાળામાં આરોપી વેજા દેવાભાઈ કારાવદરા પાસેથી કટકે કટકે રૂૂપિયા 7,00,000 ની રકમ વ્યાજે લીધી હતી. 10 થી 30 ટકા સુધીના ઊંચા વ્યાજદરથી લીધેલી આ રકમના બદલામાં આરોપીએ ફરિયાદી પાસેથી કોરા ચેકમાં થયો કરાવી લીધી હતી.

આ પ્રકરણમાં આરોપી વેજા દેવાભાઈ સાથે તેમના પત્ની પુરીબેન તથા જયાબેન ઉર્ફે જાનવીબેન, કાજલબેન, કાજલબેનના પતિ પ્રતાપભાઈ ખીસ્તરીયા અને જયાબેનના પતિ સાગર ગરેજાએ ફરિયાદી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, આશરે રૂૂપિયા 17 લાખ જેટલા વ્યાજની ઉઘરાણી કરી હતી. જેમાં આશરે રૂૂ. 6,00,000 ની રકમ બેંકના ખાતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શનથી મેળવી લીધી હતી.

એટલું જ નહીં, વધુ વ્યાજની રકમની ઉઘરાણી કરી આરોપીઓએ તેણીને ધમકીઓ પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણમાં ભાણવડ પોલીસે બી.એન.એસ. તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. બી.કે. કડછા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઓખામાં ઓનલાઇન સટ્ટો ખેલતો શખ્સ ઝડપાયો
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી પોલીસે ધીરેન્દ્ર મહેન્દ્રભાઈ કાષ્ટા નામના શખ્સને આઈપીએલ મેચ પર ઓનલાઈન પૈસા લગાડીને ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપી લઇ, કુલ રૂૂ. 7,700 નો મુદામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *