મહારાષ્ટ્રના થાણેમાં ગમખ્વાર અકસ્માત: સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત

  મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઇ હતી.…

 

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયાં હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા છે.

આ ઘટના સવારે 11:30 વાગ્યે મુરબાડના ગોવિલી ગામમાં રાયતા બ્રિજ પર બની હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વાન રોંગ સાઈડમાંથી આવી રહેલા સિમેન્ટ મિક્સર સાથે અથડાઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે વાનમાં સવાર તમામ 11 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માતના સમાચાર મળતાં પોલીસ અને રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે પુલ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને દૂર કરવા માટે પોલીસ હાલમાં કામ કરી રહી છે. . ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહો મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *