રાજકોટમાં 200 કરોડના કૌભાડી અમિતની 15 મિલકતો ટાંચમાં લેવાશે

બિલ્ડર સહિત 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર અમિત અને વિજય સામે કાયદાકીય ગાળિયા કસાયો, તપાસમાં હિશાબનીશ અને સબરજિસ્ટ્રારની ટીમોની મદદ લેવાઈ રાજકોટની જાણીતી પેઢી…

બિલ્ડર સહિત 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર અમિત અને વિજય સામે કાયદાકીય ગાળિયા કસાયો, તપાસમાં હિશાબનીશ અને સબરજિસ્ટ્રારની ટીમોની મદદ લેવાઈ

રાજકોટની જાણીતી પેઢી વડાલિયા ફૂડ્સ’ના માલિક દર્શનભાઈ વડાલિયા સહીત અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર અમિત ભાણવડીયા અને તેના સગીતની 19 જેટલી મિલકત જપ્ત કરવા માટે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ મિલકત અન્યના નામે ટ્રાન્સફર ન થાય તે માટે સબ-રજિસ્ટ્રાર કચેરીને લેખિત તાકીદ કરી દેવાઇ છે.

રાજકોટમાં માતબર ઉચા વળતરની લાલચ આપી જાળ બિછાવીને 12 ટકાના વળતરની લાલચ આપી વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ આચરેલું ‘પોન્ઝી સ્કીમ’ જેવું કૌભાંડ હવે મોટું સ્વરૂૂપ ધારણ કરી રહ્યું છે. માલેતુજાર લોકોને શિકાર બનાવનાર બન્નેએ પરંતુ અંદાજે 300થી વધુ લોકોકને શિકાર બનાવી 200 કરોડનું કૌભાંડ આચર્યું હોય, મુખ્ય સૂત્રધાર અમિત ભાણવડીયા અને વિજય માકડિયાએ આચરેલા આ આર્થિક મહાકૌભાંડમાં અત્યાર સુધીમાં 70 થી 80 રોકાણકારો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ અનેક લોકોની જીવનભરની મૂડી રોકાણના નામે હડપ કરી લીધી છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અત્યંત ગંભીરતા દાખવીને ’કોડ ક્રાઈમ’ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. આરોપીઓની અંદાજે 15 જેટલી સ્થાવર-જંગમ મિલકતોની ઓળખ કરી તેને ટાંચમાં લેવા એટલે કે જપ્ત કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. આ અંગેનો વિસ્તૃત અહેવાલ ગૃહ વિભાગને મોકલવામાં આવશે, જેથી ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા વસાવેલી આ મિલકતો સીલ કરી રોકાણકારોના નાણાં વસૂલ કરી શકાય. કરોડો રૂૂપિયા ક્યાં ડાયવર્ટ થયા છે અને બેંકિંગ વ્યવહારોમાં કઈ રીતે હેરાફેરી કરવામાં આવી છે તે શોધવા માટે પોલીસ હવે નિષ્ણાતોની મદદ લઈ રહી છે. તપાસમાં સનદી હિસાબનીશ અને સબ રજીસ્ટ્રારની ટીમોને જોડવામાં આવી છે.

આરોપીઓના બેંક એકાઉન્ટ્સ, મિલકતના દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડના સ્ટેટમેન્ટ્સનું ઝીણવટભર્યું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. પોલીસને આશંકા છે કે તપાસનો વ્યાપ વધતા આગામી દિવસોમાં વધુ ભોગ બનનારાઓ સામે આવશે અને કૌભાંડનો આંકડો 200 કરોડથી પણ વધી શકે છે. હાલમાં પોલીસ ફરાર આરોપીઓને પકડવા અને વધુ પુરાવા એકત્રિત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે, લોકો પાસેથી ઉઘરાવેલા નાણાં આરોપીઓએ વર્ષ 2020માં રૈયા વિસ્તારમાં 30 કરોડની વિવાદિત સૂચિત જમીન ખરીદી હતી. આ જમીનને કાયદેસર કરાવવા હવાતિયાં માર્યા પણ સફળતા ન મળી અને જમીન ‘શ્રીસરકાર’ થઈ ગઈ. આવી જ રીતે મોટામવામાં પણ 10 કરોડનું આંધણ કર્યું હતું. લોકોના નાણાં જમીન કૌભાંડોમાં ફસાઈ જતાં આરોપીઓએ રોકાણકારોને વ્યાજ ચૂકવવા માટે બીજા નવા લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનું ‘પોન્ઝી મોડલ’ અપનાવ્યું હતું.

ઉપરાંત આ બેલડીને સટ્ટાની પણ ભયંકર લત હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અમિત ભાણવડિયાએ 3 કરોડ અને વિજય માકડિયાએ 5 કરોડ મળી કુલ 8 કરોડ રૂૂપિયા સટ્ટાબજારમાં હારી ગયા હતા. રોકાણકારો જે નાણાં પોતાના ભવિષ્ય માટે બચાવતા હતા, તે આરોપીઓ જુગારમાં ઉડાવી રહ્યા હતા. ડીસીપી જગદીશ બાંગરવાના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઈ ચિરાગ જાદવ અને તેમની ટીમ આ કેસના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે. બેંક ટ્રાન્ઝેક્શન એટલા જટિલ છે કે તેને ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચે ખાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરી છે.

સીઆઈડી ક્રાઈમ મારફત આ મિલકતોને ટાંચમાં લેવા (જપ્ત કરવા) ગૃહ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ મિલકતો વેચીને રોકાણકારોને ન્યાય આપી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *