રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નોઈડાના વૃધ્ધા સોમનાથ દર્શનાર્થે જતા હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં અજાણ્યો શખ્સ બારીમાંથી હાથ નાખી તેમણે ગળામાં પહેરેલો સોનાનો ચેઈન ઝુટવી લઈ ફરયાર થઈ ગયો હતો. આ અંગે રેલવે પોલીસે ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ઉતર પ્રદેશના નોઈડામાં પ્રમાહા વિહાર સેકટરમાં રહેતા કરૂણાદેવી રાકેશસિંહ રાજપુત (ઉ.65) નામના વૃધ્ધા દિલ્હીથી રાજકોટ ટ્રેનમાં આવ્યા હતાં અને રાજકોટથી સોમનાથ દર્શનાર્થે જવા ટ્રેન નં.11466માં સ્લીપર ચોકમાં બેઠા હતાં અને ટ્રેન ઉપડવાની તૈયારી હતી ત્યારે જ અજાણ્યો શખ્સ ટ્રેનના કોચની બહારની સાઈડના દરવાજેથી બારીમાંથી હાથ નાંખી તેમણે ગળામાં પહેરેલો 15 ગ્રામનો સોનાનો ચેઈન ઝુંટવીને ચાલુ ટ્રેનમાંથી ઉતરી નાસી છુટયો હતો. આ ચેઈન તેમણે 12 વર્ષ પહેલા રૂા.39 હજારમાં ખરીદયો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે મહિલા મુસાફરે તાત્કાલીક રેલવે હેલ્પલાઈન 139 પર જાણ કરી હતી. દરમિયાન પોલીસનો ફોન આવેલા અને વેરાવળ સુધીની મુસાફરી હોય મુસાફરી પુરી થક્ષા બાદ વેરાવળ રેલવે પોલીસમાં ફરિયાદ આપવા જણાવેલ હતું. જેથી તેણે વેરાવળ પહોંચી રેલવે પોલીસમાં ચીલઝડપ અંગે ફરિયાદ નોંધાવતાં વેરાવળ રેલવે પોલીસે રાજકોટ રેલવે પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરતાં રાજકોટ રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિધરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
