ડીસીપી બાંગરવાના સમર્થનમાં લોકોનો મોરચો, વિરોધીઓને સીધી ચેતવણી

રાજકોટમાં ગુંડાગીરી નાબુદ કરવામાં મહત્વનો રોલ ભજવતા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા સામે મેદાને પડેલી વિપક્ષી લોબી સામે હવે રાજકોટની જનતાએ જ મોરચો ખોલી દીધો…

રાજકોટમાં ગુંડાગીરી નાબુદ કરવામાં મહત્વનો રોલ ભજવતા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા સામે મેદાને પડેલી વિપક્ષી લોબી સામે હવે રાજકોટની જનતાએ જ મોરચો ખોલી દીધો છે અને આજે સવારે ડીસીપી બાંગરવાના સમર્થનમાં રેસકોર્ષ રિંગરોડ ઉપર લોકોએ વિશાળ રેલી કાઢી પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે, રાજકોટમાં કથિત પત્રકાર સાથે બનેલી ઘટનામાં ડીસીપી જગદીશ બાંગરવા સામે થયેલા પાયાવિહોણા આક્ષેપોને વખોડી કાઢવામાં આવ્યા હતા અને વિરોધીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી. રાજકોટના ઇતિહાસમાં પોલીસના સમર્થનમાં સ્વયંભુ રેલી નિકળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. (તસવીર: મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *