રૈયા પાસે ‘કટિંગ’ સમયે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: 15.72 લાખનો દારૂ પકડાયો

શહેરના રૈયા ગામ વિસ્તારમાં તળાવ પાસે વહેલી સવારે બાવળની જાળીઓમાં ચાલતા વિદેશી દારૂૂના કટિંગ વખતે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂૂ.15.72 લાખની વિદેશી દારૂૂની 1,644 બોટલો…

શહેરના રૈયા ગામ વિસ્તારમાં તળાવ પાસે વહેલી સવારે બાવળની જાળીઓમાં ચાલતા વિદેશી દારૂૂના કટિંગ વખતે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂૂ.15.72 લાખની વિદેશી દારૂૂની 1,644 બોટલો સહિત કુલ રૂૂ.21,47,400નો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક અને કાર સહીત વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો છે.

ડી.સી.બી. પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ સંજયભાઇ અલગોતર અને હેડ કોન્સ્ટેબલ કરણભાઇ કોઠીવાળને સંયુક્ત બાતમી મળી હતી. રૈયા ગામના પાછળના ભાગે તળાવ પાસે બાવળની ઝાડીઓમાં એક અશોક લેલન મેક્ષીટ્રક અને વોક્સવેગન વેન્ટો કારમાં વિદેશી દારૂૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે સવારે અંદાજે 06:05 કલાકે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ટ્રકમાંથી દારૂૂ ઉતારી રહેલા ચાર શખ્સોમાંથી ત્રણ શખ્સો રવિ નાખવા, નવાબ અને નવાબનો ભાઈ બાવળની ઝાડીઓ અને અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા. જ્યારે પોલીસે સ્થળ પરથી મૂળ જામનગરના હાલ રાજકોટ રહેતા નવીનભાઈ લક્ષ્મીદાસ દામા ને ઝડપી લીધો હતો. પોલીસે વાહનોની તપાસ કરતા રૂૂ.15.72 લાખની 1664 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.

આ દારૂૂનો જથ્થો ખોટી નંબર પ્લેટ ધરાવતો અશોક લેલન મેક્ષીટ્રકમાં ઘુસાડવામાં આવ્યો હતો. સ્થળ ઉપરથી પોલીસે વોક્સવેગન વેન્ટો અને નંબર પ્લેટ વગરનું સુઝુકી એક્સેસ મોટરસાયકલ સહીત કુલ રૂૂ.21.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે દારૂૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ અશોક લેલન મેક્ષીટ્રક પર ખોટી નંબર પ્લેટ (GJ-02-XX-7020) લગાડવામાં આવી હતી. સી-ટેસ એપ્લીકેશન દ્વારા એન્જિન અને ચેસિસ નંબર તપાસતા વાહનનો સાચો નંબર GJ-24-X-5872 હોવાનું ખુલ્યું હતું. આ મામલે પકડાયેલ આરોપી નવીનભાઈ દામા અને ફરાર થયેલ ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની ટીમેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *