જૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોત

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના…

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ પણ આ મૃત્યુની પુષ્ટિ કરી છે, જોકે અનવરના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે.

મોહમ્મદ તાહિર અનવર જૈશ-એ-મોહમ્મદના સંગઠનાત્મક માળખામાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતો હતો. તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં માત્ર સક્રિય જ નહોતો, પરંતુ જૈશની વ્યૂહરચના ઘડવામાં પણ તેની મોટી ભૂમિકા હોવાનું મનાય છે. અનવરના મૃત્યુને પગલે સુરક્ષા એજન્સીઓ હાલમાં હાઈ એલર્ટ પર છે અને પાકિસ્તાની સોશિયલ મીડિયા પર પણ આ અંગેના સંદેશાઓ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાહિર અનવરને પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયમાં દફનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે સ્થળે અનવરનું મૃત્યુ થયું છે ત્યાં જૈશની મહિલા પાંખ, જમાત-ઉન-મોમિનત કાર્યરત છે. જૈશ સાથે જોડાયેલા આતંકવાદી ગ્રુપોમાં મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ હકીમ મોહમ્મદ તાહિર અનવરનું અલ્લાહની ઈચ્છાથી અવસાન થયું છે તેવા શોક સંદેશાઓ પણ વહેતા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *