અખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશે

કોન્ડોમ નિર્માણમાં જરૂરી કેટલીક વસ્તુઓ હવે આયાત થઇ શકશે નહીં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પરિવાર નિયોજન પ્રોડક્ટ સુધી પહોંચી…

કોન્ડોમ નિર્માણમાં જરૂરી કેટલીક વસ્તુઓ હવે આયાત થઇ શકશે નહીં

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પરિવાર નિયોજન પ્રોડક્ટ સુધી પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોન્ડોમ બનાવવામાં ઉપયોગ લેવાતા કાચા માલની સપ્લાય ચેન તૂટવાથી ઉત્પાદન ખર્ચો વધી ગયો છે. તેનાથી દેશમાં કોન્ડોમના ભાવ 40થી 50 ટકા સુધી વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો જો સ્થિતિ નહીં સુધરી તો બજારમાંથી પસંદગીના બ્રાન્ડેડ કોન્ડોમ ગાયબ પણ થઈ શકે છે.

કોન્ડોમ બનાવવા માટે મુખ્યત્વે 6 વસ્તુઓની જરૂૂર પડી શકે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ભારતમાં બહારથી આવે છે. ઈરાને જંગના કારણે જહાજો માટે મહત્ત્વના રસ્તા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યો છે. રસ્તો બંધ થવાથી માલવાહક જહાજો ભારત નથી આવી શકતા અને ક્રૂડ ઓઈલની સપ્લાય અટકી ગઈ છે અથવા બહુ મોંઘા થઈ ગયા છે.

કોન્ડોમ બનાવવા ઉપયોગ લેવાતી મુખ્ય વસ્તુઓમાં જેનો સમાવશે થાય છે તેની આયાત હવે સુલભ નથી. નેચરલ લેટેક્સ: આ કોન્ડોમનો મુખ્ય આધાર છે, જે રબરના ઝાડમાંથી મળે છે. અમોનિયા: લેટેક્સને સ્થિર રાખવા માટે જરૂૂરી છે. ભારત પોતાની જરૂૂરિયાતનું 86 ટકા સાઉદી અરબ, કતર અને ઓમાન જેવા દેશોમાંથી આયાત કરે છે. યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂૂટ પ્રભાવિત થવાથી જહાજોની અવરજવર બાધિત થયેલી છે. જેનાથી અમોનિયાની ભારે કમી થઈ ગઈ છે. આ સંકટનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

સિલિકોન ઓઈલ: કોન્ડોમને ચીકણું બનાવે છે. આ મુખ્યત્વે ચીનમાંથી આવે છે અને તેના ભાવ આકાશે આંબી રહ્યા છે. સલ્ફર અને ઝિંક ઓક્સાઈડ: કોન્ડોમને મજબૂતી આપનારું આ રસાયણ પણ મોંઘું થયું છે. પેકેજિંગ મટીરિયલ: એલ્યુમીનિયમ અને પીવીસી ફોઇલની કિંમતો અસ્થિર થઈ ગઈ છે. ફ્લેવર અને કલર્સ: ગ્લોબલ લોજિસ્ટિક્સ અડચણોથી તેની સપ્લાય પણ પ્રભાવિત થઈ છે.

આ તમામ વસ્તુઓની સપ્લાય ચેન તૂટવાથી અથવા મોંઘી થવાથી કંપનીઓ પરેશાન છે. મોટી કંપનીઓ કાચા માલની કમીથી ઝઝૂમી રહી છે. સપ્લાયર્સ દ્વારા જમાખોરીની ખબરો પણ છે, જેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ભારતમાં મોટી બ્રાન્ડ્સના કોન્ડોમ મોંઘા થઈ શકે છે. ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો મોંઘા કોન્ડોમ ઓછા ખરીદશે. કોન્ડોમની કિંમતોમાં મામૂલી વધારો પણ ગંભીર પરિણામ લાવી શકે છે. જો કિંમતમાં 50 ટકાનો વધારો થયો તો આર્થિક રીતે નબળા વર્ગ તેનો ઉપયોગ ઓછો કરી શકે છે. જે બાદ ગર્ભધારણના કિસ્સા વધી શકે છે. યૌન સંચારિત સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *