ચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ચોટીલા ડુંગર પરિક્રમાને પગલે જ્યારે હાઈવે પર શ્રદ્ધાળુઓનું મહેરામણ…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ચોટીલા ડુંગર પરિક્રમાને પગલે જ્યારે હાઈવે પર શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું હતું, ત્યારે એસ.ટી. બસના ચાલકે પુરપાટ ઝડપે બસ હંકારી અકસ્માત સર્જ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ પોતાની ભૂલ સુધારવાને બદલે ડ્રાઈવરે પરપ્રાંતીય ટ્રક ચાલક સાથે ઉદ્ધત વર્તન કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું.અકસ્માત નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, એસ.ટી. બસ ભીડમાં નિકળી જવાના અંદાજે ચલાવવામાં આવેલ હતી. ચાલકે કાબૂ ગુમાવતા બસ સાઈડમાં જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ પડેલ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રક ચાલક અન્ય રાજ્યનો હોવાથી, એસ.ટી. ડ્રાઈવરે પોતાનો ગુનો છુપાવવા માટે ટ્રક ચાલક પર દોષનો ટોપલો ઢોળ્યો હતો અને હાઈવે પર જ હોબાળો શરૂૂ કરી પરપ્રાંતીય ચાલકને નિશાન બનાવ્યો હતો. રવિવાર અને પરિક્રમાના કારણે ચોટીલામાં લાખો લોકોની હાજરી હતી.

ઓલરેડી ટ્રાફિકથી ખીચોખીચ હાઈવે પર ડ્રાઈવરના આ ’ડ્રામા’ને કારણે કિલોમીટરો સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.સ્થાનિક લોકો અને મુસાફરોમાં રોષ છે કે એક સરકારી કર્મચારીની આવી વર્તણૂક સામાન્ય જનતા માટે મુસીબત બની છે. સ્થાનિકો હવે માગ કરી રહ્યા છે કે એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *