હળવદના માનસર પાસેથી પસાર થતી કેનાલમાં નહાતી વેળા દુર્ઘટના સર્જાઇ
માનસર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા બે યુવાનના કરુણ મોત થયા છે હળવદ પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના વતની અને હાલ હળવદ કચ્છ ફ્રુટ માર્કેટ ખાતે રહીને કામ કરતા રાજુરામ કેશારામ જાટ (ઉ.વ.20) અને ફરશારામ દમારામ જાટ એમ બંને યુવાનો ગત તા. 19 નાર રોજ સવારના દસેક વાગ્યે માનસર નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા અને પાણીમાં ડૂબી જતા હતા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે હળવદ પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ફડસર ગામે વૃદ્ધ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો
ફડસર ગામમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને ઉકરડો હટાવવાનું કહેવા બાબતનો ખાર રાખી બે ઇસમોએ માથામાં કુહાડી ઘા ઝીકી ઈજા કરી હતી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના નવા ફડસર ગામે રહેતા રાજાભાઈ રવાભાઈ કુંભારવાડિયા (ઉ.વ.75) આરોપીઓ રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડિયા અને લખમણ દેવાભાઈ કુંભારવાડિયા રહે બંને નવા ફડસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 21 ના રોજ સવારના આઠેક વાગ્યે ફરિયાદી રાજાભાઈ અને મોટા ભાઈ રામૈયાભાઈ ઘર આગળ ફળિયામાં હતા ત્યારે પાડોશી રામીયા અને લખમણ બંને ભાઈઓ કુહાડી લઈને આવી તું દર વખતે ઉકરડો હટાવી લેવાનું કેમ કહ્યા કરે છે કહેતા ફરિયાદીએ તમે મારી જગ્યામાં ઉકરડો કરેલ છે ત્યાંથી ઉપાડી લેવાનું કહેતા રામીયાએ કુહાડી વડે માથામાં મારી ઈજા કરતા લોહી નીકળવા લાગ્યું હતું.
તેમજ તેનો ભાઈ લખમણ ઉપરાણું લઈને આવી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી બંને ભાઈઓએ માર મારતા બુમાબુમ કરતા માણસો ભેગા થઇ જતા કોઈએ 108 ને ફોન કરી એમ્બ્યુલન્સ આવી જતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં માથાના ભાગે પાંચ છ ટાંકા લીધા અને હાથમાં કોણી નીચે ફ્રેકચર થયાનું ડોકટરે જણાવ્યું તું આમ પાડોશમાં રહેતા બંને ભાઈઓએ ફળિયા પાસે આવી ઉકરડો હટાવવાનું કહેવા બાબતનું મનદુ:ખ રાખી કુહાડી વડે માર મારી લાકડાના ધોકા વડે મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
