જામજોધપુર પંથકમાં 19 પવનચક્કીમાંથી રૂા.1.82 લાખના કેબલની ચોરી

જામનગર જિલ્લાના જામજોધપુર પંચકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી…

જામનગર જિલ્લાના જામજોધપુર પંચકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી કરી લઈ ગયા હતા. ઉપરોક્ત વાયર ચોરી કરવા માટે સક્રિય બનેલી તસ્કર ગેંગ ને પકડવા માટે પોલીસની ટીમે તપાસનો ધમધમાટ રશરૂૂ કર્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના રોઠ વડાળા અને સડોદર તેમજ મેથાણ ગામના વિસ્તારમાં અલગ-અલગ 19 જેટલી પવનચક્કીના એરિયામાં કોઈ તસ્કરોએ ટ્રાન્સફોર્મરના ઈંગના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા, જેની અંદાજે કુલ કિંમત 1,82, 400 રૂૂપીયા જેટલી થાય છે. કોઈ ચોક્કસ ગેંગ દ્વારા આ વાયર ની ચોરી નું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવ અંગે કંપનીના સિક્યુરિટી વિભાગના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વાયર કટિંગ કરતી ગેંગની શોધ ખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *