ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ગામડાઓને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા લોકજાગૃતિ અભિયાન તેજ
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખડખડ ગામે તેમજ બાબરા તાલુકાના ચરખા, ધારી તાલુકાનું ભાડેર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને જળ વ્યવસ્થાપન અંગે ત્રણ અલગ-અલગ બેઠકોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કુકાવાવના ખડખડ ગામે આયોજિત મીટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરાએ અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે સર્વશ્રી અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, પ્રફુલભાઈ સેંજલીયા, સંજુભાઈ હિરપરા, રમેશભાઈ જેતાલીયા, હિંમતભાઈ ભેસાણીયા અને બાવાભાઈ હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાબરાના ચરખા ગામે મળેલી બેઠકમાં સરપંચ મગનભાઈ રૂૂપારેલીયા અને ઉપસરપંચ મહેશભાઈ રૂૂપારેલીયાની આગેવાનીમાં જળસંચયનો એજન્ડા ચર્ચાયો હતો. આ બેઠકમાં સર્વ પ્રફુલભાઈ સેંજલીયા, અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ રાદડિયા તેમજ કરિયાણા ગામના સ્વામીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આસપાસના ગામોના સરપંચો જેવા કે રાયપરના પ્રકાશભાઈ તરૈયા, વાવડીના મગનભાઈ કોલડીયા, સમાઢીના મગનભાઈ પીઠડીયા, લુણકીના પરેશભાઈ કથેરીયા અને વાદળીયા ગામના સરપંચ લલિતભાઈએ હાજર રહીને જળ અભિયાનને સમર્થન જાહેર કર્યું હતું. ધારીના ભાડેર ગામેં મળેલી બેઠકમાં સરપંચ કાંતિભાઈ સાવલીયા, ઞજઅ વાળા વિરજીભાઈ પાધડા, વનવાણી પાટોડિયા, લાલજીભાઈ ચોવટિયા વગેરે હાજર રહયા હતા. અને ઉપસ્થિત ગીરગંગા પરિવાર ના ઞજઅ ક્ધવીનર હરીશભાઈ ભલાણી, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો પણ હાજર રહ્યા હતા.
