થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિણીતાને ઘરનો સામાન ફેરવવા મામલે તેમના કાકાજી એ પથ્થર વડે માર મારતા તેણીને શરીરને ઇજા પહોંચી હતી અને તેમને ઇજાગ્રસ્ત હાલતમાં અહીં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.આ અંગે થોરાડા પોલીસે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ, કુબલીયાપરામાં રહેતા નંદની બેન મહેન્દ્રભાઈ દેવીપુજક નામના 20 વર્ષના પરિણીતાને તેમના કાકાજી હિતેશ દેવશી અને તેમની સાથેના શખ્સે પથ્થર વડે માર મારતા નંદની ઇજાગ્રસ્ત થઈ હતી અને તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી.તેમનો પતિ ભંગારની ફેરી કરે છે અને લગ્નને છ મહિના થયા છે.આ ઘટના અંગે થોરાડા પોલીસે કાર્યવાહી કરી હતી.બીજા બનાવમાં ભાવનગર રોડ પર આવેલા ન્યુ વિજયનગરમાં રહેતા મોહિત મહેશભાઈ સાગઠીયા નામના યુવાનને રાત્રિના સમયે કાંતિભાઈ અને અજાણ્યા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે મારમારતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.
