હત્યારી પત્ની જેલભેગી થતા પતિ રઝળી પડ્યો, દારૂના રવાડે ચડી જતા મોત

છ વર્ષ પૂર્વે પત્નીએ ભત્રીજાની હત્યા નીપજાવતા આજીવન સજા પડ્યા બાદ રખડતું જીવન જીવતો’તો શહેરના કોઠારિયા રોડ પર મેહુલનગરમાં છ વર્ષે પૂર્વ ત્રણ વર્ષના ભત્રીજાની…

છ વર્ષ પૂર્વે પત્નીએ ભત્રીજાની હત્યા નીપજાવતા આજીવન સજા પડ્યા બાદ રખડતું જીવન જીવતો’તો

શહેરના કોઠારિયા રોડ પર મેહુલનગરમાં છ વર્ષે પૂર્વ ત્રણ વર્ષના ભત્રીજાની હત્યાના ગુનામાં કાકીને આજીવન સજા પડતા પત્ની જેલ ભેગી થઇ જતા તેનો પતિ રઝળી પડ્યો હતો અને દારૂના રવાડે ચડી ગયો હતો જેનુ આજે જ્યુબેલી ગાર્ડમાં બેભાન થઇ જતા મોત નીપજ્યુ હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર મેહુલનગરમાં રહેતો અને હાલ રખડતુ ભટકતુ જીવન જીવતો અલ્પેશ વલ્લભભાઇ ડોબરીયા (ઉ.વ.45) નામનો યુવાન આજે સવારે જ્યુબેલી ગાર્ડનમાં બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અલ્પેશ બે ભાઇમાં મોટો અને અગાઉ ફૂટનો ધંધો કરતો હતો. તેની પત્નીનુ નામ પારુલબેન છે. છ વર્ષ પહેલા તેના નાનાભાઇ કમલેશના 3 વર્ષના પુત્ર ખુશાલનો 31 ડિસેમ્બરે જન્મદિવસ આવતો હોય જેથી પરિવારજનો બે દિવસ અગાઉથી બર્થડે ઉજવવા તૈયારી કરતા હતા. જે અલ્પેશની પત્ની પારુલને સારુ ન લાગતુ હોય તેણીએ 3 વર્ષના ભત્રીજા ખુશાલની હત્યા કરી નાખી હતી. જે ગુનામાં પારુલની ધરપકડ થતા જેલ હવાલે કરાવામાં આવી હતી અને આ કેસ ચાલી જતા કોર્ટે પત્ની પારુલને આજીવન સજા ફટકારી હતી. પત્ની જેલ ભેગી થઇ જતા અલ્પેશ ફૂટ વેચવાનું બંધ કરી રખડતુ ભટકતુ જીવન જીવવા લાગ્યો હતો અને દારૂના રવાડે પણ ચડી ગયો હતો. જેથી તેનુ આજે મોત નીપજ્યુ હતું.તેને એક પુત્ર હોય જે હાલ કાઠિયાવાડ બાલાશ્રમ હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *